રિપોર્ટ / 4G નેટવર્કમાં જિઓ કંપની અવ્વલ નંબરે અને સ્પીડ ટેસ્ટમાં એરટેલે બાજી મારી : Tutela રિપોર્ટ

JIO Company tops the number 4G network and Airtel in Speed Test: Tutela Report
JIO Company tops the number 4G network and Airtel in Speed Test: Tutela Report

  • જિઓ કંપનીએ 4G નેટવર્કમાં 99.6% કવરેજ સાથે અવ્વ્લ સ્થાન પ્રાપ્ત કર્યું
  • એવરેજ સ્પીડ ટેસ્ટમાં એરટેલ કંપની 7.1Mbps ડાઉનડલોડ સ્પીડ અને 3.3Mbps અપલોડ સ્પીડ સાથે અવ્વ્લ નંબરે
  • જિઓ કંપની 4.9Mbps ડાઉનડલોડ સ્પીડ અને 3.1Mbps અપલોડ સ્પીડ ઓફર કરે છે
  • તમામ ટેસ્ટમાં સરકારી ટેલિકોમ કંપની BSNL અંતિમ સ્થાને

Divyabhaskar.com

Dec 14, 2019, 06:31 PM IST

ગેજેટ ડેસ્કઃ ડેટા એનાલિસિસ ફર્મ Tutelaએ નવેમ્બરનો ' મોબાઈલ એક્સપિરિયન્સ' રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર સ્પીડ અને લેટન્સી ટેસ્ટમાં એરટેલ કંપનીએ સૌથી વધારે સ્કોર કર્યો છે. આ રિપોર્ટમાં ઓગસ્ટ 2019થી ઓક્ટોબર 2019 સુધીનો ડેટા એકઠો કરવામાં આવ્યો છે.

સ્પીડ ટેસ્ટ
એવરેજ સ્પીડ ટેસ્ટમાં દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલ 7.1Mbps ડાઉનડલોડ સ્પીડ અને 3.3Mbps અપલોડ સ્પીડ સાથે અવ્વ્લ નંબરે છે. ત્યારબાદ વોડાફોન કંપની 6.3Mbps ડાઉનડલોડ સ્પીડ અને 3.6Mbps અપલોડ સ્પીડ ધરાવે છે. આઈડિયા કંપની 5.5Mbps ડાઉનડલોડ સ્પીડ અને 3.2Mbps અપલોડ સ્પીડ ધરાવે છે.
જિઓ કંપની 4.9Mbps ડાઉનડલોડ સ્પીડ અને 3.1Mbps અપલોડ સ્પીડ ઓફર કરે છે. BSNL કંપની સ્પીડ ટેસ્ટમાં પણ ખરાબ પ્રદર્શન કર્યું છે. BSNL કંપની 2.9Mbps ડાઉનલોડ સ્પીડ અને 1.7Mbps અપલોડ સ્પીડ આપે છે.

4G નેટવર્ક
4G નેટવર્ક ટેસ્ટનાં કવરેજનો દર 4G ઉપલબ્ઘતા ધરાવતાં વિસ્તારોમાં 4G કનેક્ટિવિટીનાં દરને આધારે નક્કી થાય છે. જિઓ કંપનીએ 4G નેટવર્કમાં 99.6% કવરેજ સાથે અવ્વ્લ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એરટેલ કંપની 86.6% કવરેજ સાથે બીજો ક્રમાંક હાંસલ કર્યો છે, જયારે કંપની 13.4% કવરેજ સાથે 3G નેટવર્ક આપે છે. વોડાફોન કંપની 71.5% 4G કવરેજ અને 28.5% 3G કવરેજ આપે છે. આઈડિયા કંપની 69.7% 4G કવરેજ અને 30.3% 3G કવરેજ આપે છે. 9.6% 4G કવરેજ 90.4% 3G કવરેજ સાથે સરકારી ટેલિકોમ કંપની અંતિમ સ્થાને છે.

લેટન્સી ટેસ્ટ
રિપોર્ટ અનુસાર લેટન્સી ટેસ્ટમાં એરટેલ કંપનીએ 26.2ms સ્કોર સાથે બાજી મારી છે. જિઓ કંપનીએ 27.6ms, વોડાફોને 27.6ms અને આઈડિયાએ 31.6ms સ્કોર કર્યો છે. સરકારી ટેલિકોમ કંપની BSNL લેટન્સી ટેસ્ટમાં 45ms સ્કોરિંગ સાથે સૌથી પાછળ છે.

X
JIO Company tops the number 4G network and Airtel in Speed Test: Tutela Report
JIO Company tops the number 4G network and Airtel in Speed Test: Tutela Report

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી