તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

JBL કંપનીએ તેનાં લેટેસ્ટ વાયરલેસ ઈયરબડ્સ 'JBL C100TWS' લોન્ચ કર્યાં, કિંમત ₹ 7,999

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર ઈયરબડ્સનું વેચાણ 3,999 રૂપિયામાં કરવામાં આવી રહ્યું છે
  • ઈયરબડ્સમાં એડવાન્સ સ્ટીરિયો કોલિંગ વિથ ક્રિસ્ટલ ક્લિઅર સાઉન્ડ ક્વૉલિટી આપવામાં આવી છે
  • ઈયરબડ્સની બેટરી 5 કલાકનું બેકઅપ આપે છે અને તે ફુલ ચાર્જ માટે 2 કલાકનો સમય લે છે

ગેજેટ ડેસ્કઃ મૂળ અમેરિકાની અને અત્યારે સાઉથ કોરિયન ટેક કંપની ‘હર્મન’ની માલિકીની ઓડિયો સિસ્ટમ્સ કંપની ‘JBL’એ ભારતમાં તેનાં લેટેસ્ટ વાયરલેસ ઈયરબડ્સ ‘JBL C100TWS’ લૉન્ચ કર્યાં છે. ભારતમાં કંપનીએ ઈયરબડ્સની કિંમત 7,999 રૂપિયા રાખી છે. ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર તેનું વેચાણ 3,999 રૂપિયામાં કરવામાં આવી રહ્યું છે. ગ્રાહકો આ ઈયરબડ્સની ખરીદી ફ્લિપકાર્ટ પર ગુરુવારથી કરી શકશે. સારી કોલિંગ ક્વૉલિટી માટે તેમાં સ્ટીરિયો કોલિંગ ફીચર આપવામાં આવ્યું છે.

ઓફર
ફ્લિપકાર્ટ પરથી ઈયરબડ્સની ખરીદી Axis બેંકના ક્રેડિટ કાર્ડથી કરવાથી 5% સુધીનુ ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે જ 334 રૂપિયાની 'નો કોસ્ટ EMI'ની પણ સુવિધા આપવામાં આવી રહી છે.

JBL C100TWSનાં બેઝિક સ્પેસિફિકેશન

  • માઈક્રોફોન સપોર્ટ ધરાવતા આ ઈયરબડ્સમાં એડવાન્સ સ્ટીરિયો કોલિંગ વિથ ક્રિસ્ટલ ક્લિઅર સાઉન્ડ ક્વૉલિટી આપવામાં આવી છે.
  • ઈયરબડ્સ ફુલ ચાર્જ માટે 2 કલાકનો સમય લે છે. ઈયરબડની બેટરી 5 કલાકનું બેકઅપ આપે છે.
  • ઈયરબડ્સમાં ઓટો સિંક (Auto Sync) ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચરથી જમણી બાજુનાં ઈયરબડને બ્લુટૂથ સાથે પેર કરવાથી ડાબી બાજુનો ઈયરબડ ઓટોમેટિક કનેક્ટ થઈ જાય છે.
  • ઈયરબડ્સમાં ગૂગલ અસિસ્ટન્ટ અને એપલના સિરિ સપોર્ટ માટે ક્વિક એક્સેસ બટન આપવામાં આવ્યું છે.
  • ઈયરબડ્સમાં બ્લુટૂથ 5.0 ઇનબિલ્ટ છે, જે 10 મીટર સુધીની કનેક્ટિવિટીની રેન્જ ધરાવે છે.
  • ઈયરબડ્સનું માત્ર બ્લેક કલર વેરિઅન્ટજ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઈયરબડ્સ લાઈટવેઇટ છે.
અન્ય સમાચારો પણ છે...