એપલ ઇવેન્ટ / 699 ડોલરમાં 6 નવા કલર સાથે Iphone 11 લોન્ચ, 999 ડોલરમાં Iphon 11 પ્રો ત્રણ કેમેરા સાથે આવશે, સિંગલ ટેપથી વીડિયો રેકોર્ડ થશે

Iphone 11 launches at 10:30 pm, live coverage on Divya Bhaskar App and website
Iphone 11 launches at 10:30 pm, live coverage on Divya Bhaskar App and website

  • કેલિફોર્નિયાના કૂપર્ટીનો સ્થિત સ્ટીવ જોબ્સ થિયેટરમાં  ઇવેન્ટનું આયોજન
  • ગેમિંગ સર્વિસ એપલ આર્કેડ અને ટીવી કન્ટેન્ટ માટે એપલ ટીવી પ્લસ લોન્ચ કર્યું
  • માસિક 4.9 ડોલરના ભાડા સાથે એપલે નેટફ્લિક્સની જેમ એપલ ટીવી પ્લસ સર્વિસ લોન્ચ કરી, આઇફોન ખરીદો તો વાર્ષિક ભાડુ માફ
  • 329 ડોલરમાં એપલનું નવું Ipad લોન્ચ, એપલ ટીવી પ્લસ ફ્રી મળશે, 30 સપ્ટેમ્બરથી ડિલીવરી

Divyabhaskar.com

Sep 11, 2019, 01:21 PM IST

ગેઝેટ ડેસ્ક: અમેરિકાની સ્માર્ટફોન કંપની એપલની સૌથી મોટી ઇવેન્ટ કેલિફોર્નિયામાં યોજાઈ હતી. કંપનીએ 699 ડોલરમાં Iphone 11 લોન્ચ કર્યો છે. સાથે Iphone 11 Pro અને Iphone 11 Pro Max પણ લોન્ચ કર્યા છે. જાણો આ મોડલમાં શું ખાસ છે.

Iphone 11 લોન્ચ- હાઇલાઇટ્સ


બે કલાક સુધી પાણીમાં રહેશે તો કંઇ નહીં થાય
પર્પલ, વહાઇટ, યેલો, ગ્રીન, એકવાટીક રેડ જેવા કલર
6.1 ઇન્ચ લિક્વિડ રેટિના ડિસ્પ્લે
ડોલ્બી એટમસથી વીડિયો જોતી વખતે થિયેટર જેવો દમદાર સાઉન્ડ મળશે
ડ્યુઅલ કેમેરા
એક વાઇડ કેમેરા અને બીજો 12 MPનો અલ્ટ્રાવાઇડ કેમેરા 12
વાઇડ કેમેરા શોટ સાથે અલ્ટ્રાવાઇડ શોટ સાથે લઇ શકાશે
વાઇડ શોટની અંદર બેકગ્રાઉન્ડમાં તમને બીજા કેમેરાની ફ્રેમ દેખાશે અને યુઝર બન્ને મોડની વચ્ચે સ્વીચ કરી શકશે
ઇમેજ પ્રોસેસિંગ વધુ સ્માર્ટ
વાઇડ એંગલ કેમેરાથી તમે વાઇડ કેમેરા પોર્ટ્રેટ લઇ શકો છો
4ક વીડીયો, સ્લો મોશન, 60 ફ્રેમ પર સેકન્ડથી રેકોર્ડીંગ
શટર બટનને ટેપ કરીને હોલ્ડ કરવાથી ક્વિક વીડિયો રેકોર્ડ થશે
સ્માર્ટફોનમાં હાઇએસ્ટ ક્વોલોટી વિડિયો રેકોર્ડીંગ
રિયલટાઇમ પ્રોસેસિંગથી હાઇ ક્વોલીટી તસવીરો મળશે
વાઇડ અને અલ્ટ્રા વાઇડ 2એક્સ ઝુમ અને 4K રેકોર્ડીંગની સુવિધા

સ્લોમોશનમાં સેલ્ફી લઇ શકાશે

કંપનીએ ફ્રન્ટમાં 12 MP કેમેરા આપ્યો છે જેનાથી સ્લોમોશનમાં સેલ્ફી લઇ શકાશે
એપલે તેને સ્લોફી નામ આપ્યું છે
આઇફોનમાં એ13 બાયોનિક ચીપ છે જે અત્યારે સૌથી ફાસ્ટ ચીપ છે.
ગ્રાફિક્સના જીપીયુ પર્ફોર્મન્સમાં પણ તે ફાસ્ટેસ્ટ જીપીયુ છે

એપલ આર્કેડ લોન્ચ

એપલે ગેમિંગ સર્વિસ એપલ આર્કેડ લોન્ચ કરી છે. તેમાં અલગ અલગ હાઇ ક્વોલિટી ગેમની મજા માણી શકાય છે. કંપનીએ તેનું ભાડુ 4.99 ડોલર પ્રતિ મહિનો રાખ્યું છે.પહેલો મહિનો યુઝરને ફ્રી ટ્રાયલ આપવામાં આવશે. ટીમ કૂકે એપલ ટીવી પ્લસની જાહેરાત પણ કરી હતી. આ સર્વિસમાં ટીવી કન્ટેન્ટ યુઝર્સને મળશે.

એપલ ટીવી પ્લસ લોન્ચ

મુવી , કોમેડી, ડ્રામા, ક્વીઝ શો જેવા એમેઝોન અને નેટફ્લિક્સના પ્લેટફોર્મની જેમ એપલે એપલ ટીવી પ્લસ સર્વિસ લોન્ચ કરી છે. 1 નવેમ્બરથી 100 દેશમાં આ સેવા મળશે. તેનું માસિક ભાડુ 4.99 ડોલર છે. ટીમ કૂકે જણાવ્યું કે જો તમે અત્યારે આઇફોન કે આઇપેડ ખરીદશો તો એક વર્ષનું સબ્સ્ક્રિપ્શન ફ્રી મળશે. એપલ પ્લસની એપ્લીકેશન તમારી સ્ક્રીન પર હશે જેમાંથી તમે આ કન્ટેન્ટ એક્સેસ કરી શકશો.

નવી એપલ સીરીઝ 5 લોન્ચ

આ વોચનું ઓન રેટિના ડિસ્પ્લે ક્યારેય બંધ નથી થતું
પહેલાની વોચમાં કાંડુ નમે તો વોચ બંધ થઇ જતી હતી
લો ટેમ્પરેચર પોલીસિલીકોન ઓક્સાઇડ ડિસ્પ્લે ટેક્નોલોજીનો ઉપયોગ
લો પાવર ડિસ્પ્લે ડ્રાઇવર, એમ્બિયનટ લાઇટ સેન્સર અને 18 કલાકની બેટરી લાઇફ
તમારે જોવા માટે કાંડુ ઉંચુ નહીં કરવું પડે ખાસ કરીને જ્યારે ટ્રેનમાં હો કે ક્યાંય મિટીંગમાં બેઠા હો તો કામ લાગશે
બિલ્ટ ઇન કમ્પસથી તમારી દિશા પણ જોઇ શકશો આઇફોનની જેમ મેપ જોઇ શકશો
ઇમરજન્સી સર્વિસમાં ઇન્ટરનેશનલ ઇમરજન્સી કોલિંગ સર્વિસ શરુ કરી છે જેનાથી 150 દેશમાં કોલ કરી શકાશે.
આ સ્વિમપ્રુફ છે ઇસીજી કરી શકે, એપલ પે જેવી સુવિધાથી સજ્જ છે
સીરીઝ 5 જીપીએસ - 399 ડોલરમાં મળશે
સેલ્યુલર મોડલ 499 ડોલમાં મળશે
ડિલીવરી 20 સપ્ટેમ્બર સુધીમાં.
સિરીઝ 3 પણ લાઇનમાં ચાલુ રહેશે. હવે તે જીપીએસ, હાર્ટ રેટ સેન્સર, સહિતની સુવિધા સાથે 199 ડોલરમાં મળશે


ત્રણ કેમેરા સાથે Iphone 11 Pro અને Iphone 11 Pro Max લોન્ચ

સ્ક્રીન સાઇઝ
Iphone 11 Pro- 5.8 ઇન્ચ
Iphone 11 Pro Max- 6.5 ઇન્ચ
આ બન્ને ફોનમાં ટ્રિપલ કેમેરા સિસ્ટમછે
વાઇડ કેમેરા- 12 MP
ટેલિફોટો કેમેરા- 12 MP
અલ્ટ્રાવાઇડ કેમેરા- 12 MP- 120 ડીગ્રી ફિલ્ડ વ્યૂ
ફાસ્ટ ચાર્જ એડેપ્ટરથી તમે ફાસ્ટ ચાર્જીંગ કરી શકશો
A13 બાયોનિક ચિપ્સ
ચાર કલાક વધારે બેટરી, મજબૂત ગ્લાસ
બાકી ફીચર્સ Iphone 11 જેવા છે

બન્ને ફોનની કિમત

Pro- 999 ડોલર
Pro Max- 1099 ડોલર
20 સપ્ટેમ્બરથી મળશે, પ્રિઓર્ડર કરી શકાય

10.2 ઇન્ચનું નવું આઇપેડ લોન્ચ, કિંમત 329 ડોલર

આ આઇપેડ એન્ટ્રી લેવલના 9.7 ઇન્ચના આઇપેડની જગ્યા લેશે
સાતમી જનરેશનના આ આઇપેડમાં ફુલ સાઇઝ સ્માર્ટ કિબોર્ડ છે
ફર્સ્ટ જનરેશન એપલ પેન્સિલ તેમાં ઉપલબ્ધ છે
A10 ફ્યુઝન ચીપ
મલ્ટી ટાસ્કિંગ ખૂબ સરળ થશે
ફોટો નીચેથી જ સ્વાઇપ કરીને બીજા ફોટો એડ કરી શકાય છે
ફ્લોટીંગ કિબોર્ડથી સ્ક્રીન પર સરળતાથી ટાઇપ કરી શકાય છે.

X
Iphone 11 launches at 10:30 pm, live coverage on Divya Bhaskar App and website
Iphone 11 launches at 10:30 pm, live coverage on Divya Bhaskar App and website
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી