આઈ ફોન / ‘આઇફોનની 11’ સિરીઝ સાથે ‘iOS 13’ 10 સપ્ટેમ્બરે લોન્ચ થશે

'IOS 13' launches on September 10 with  the iPhone 11 series

  • iOS 13 કંપનીની અત્યાર સુધીની સુધી સૌથી ફાસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ છે
  • નવી OSમાં પોર્ટ્રેટ લાઈટનિંગ ઇફેક્ટની ઇન્ટેસિટીને એડજસ્ટ કરી શકાશે
  • ‘iPhone 11’ સિરીઝના ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને OLED ડિસ્પ્લે આપવામાં આવશે

Divyabhaskar.com

Sep 09, 2019, 07:22 PM IST

ગેજેટ ડેસ્કઃ દિગ્ગજ ટેક કંપની એપલ કેલિફોર્નિયામાં 10 સપ્ટેમ્બરે એપલ ઇવેન્ટ હોસ્ટિંગમાં ‘iPhone 11’ સિરીઝના ફોન iPhone 11, iPhone 11 Pro, and iPhone 11 Pro Max લોન્ચ કરશે. તેની સાથે કંપની સ્માર્ટવોચ અને અન્ય ડિવાઇસ પણ લોન્ચ કરશે. આ સાથે જ કંપની નેક્સ્ટ જનરેશન ઓપરેટિંગ સિસ્ટમ ‘iOS 13’ પણ લોન્ચ કરશે.

iOS 13
કંપનીના જણાવ્યા મુજબ, iOS 13 કંપનીની અત્યાર સુધીની સુધી સૌથી ફાસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ છે. તે એપ્સ અને તેની અપડેટને સંપૂર્ણ રીતે બદલી નાખશે. આ સિસ્ટમ એપ્સ ડાઉનડલોડ સાઈઝને 50% રિડ્યુસ કરશે સાથે જ એપ્સ અપડેટ્સની સાઈઝ 60% રિડ્યુસ કરશે. આ નવી OSમાં ફેસઆઈડી ફીચર 30% વધારે ઝડપથી કામ કરશે.

ન્યૂ કેમેરા મોડ
નવી OSમાં પોર્ટ્રેટ લાઈટનિંગ ઇફેક્ટની ઇન્ટેસિટીને એડજસ્ટ કરી શકાશે. સ્ટુડિયો લાઈટનિંગ પોઝિશન અને ઇન્ટેન્સિટી વર્ચ્યુઅલી એડજસ્ટ કરી શકાશે.

ડાર્ક મોડ
iOS 13માં ડાર્ક મોડ આપવામાં આવશે. તેનાથી ફોટો, રિમાઇન્ડર્સ, ડાર્ક થીમ અને ઇન્ટરફેસ ડાર્ક મોડમાં જોઈ શકાશે.

પર્સનલાઇઝ્ડ મિમોજી
મિમોજીને વધુ સારી બનાવવા માટે ‘iOS 13’માં ઘણા બધા કસ્ટમાઈઝેશનનો ઓપ્શન આપવામાં આવશે. તેનાથી યુઝર તેના ફેસ આધારિત મિમોજી બનાવી શકશે. કસ્ટમાઈઝેશનનો ઓપ્શનમાં હેડગિયર, ગ્લાસીસ અને તૂટેલા દાંત સામેલ હશે, જેના ઉપયોગથી યુઝર તેના ફેસના મિમોજી બનાવી શકશે.

સ્વાઇપિંગ કી-બોર્ડ
નવી OSમાં ઇનબિલ્ટ સ્વાઇપિંગ કી-બોર્ડ આપવામાં આવશે. તે ડિફોલ્ટ કી-બોર્ડ રહેશે. તેનાથી યુઝરે કોઈ થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટોલ કરવાની જરૂર નહીં રહે.

એપલ મેપ
આ નવી OSમાં એપલ મેપ આપવામાં આવશે. તેનાથી વધુ સારો વ્યૂ અને નેવિગેશન મળશે.

iphone 11
‘iPhone 11’ સિરીઝના ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને OLED ડિસ્પ્લે આપવામાં આવશે. આ ફોનમાં રિવર્સ વાયરલેસ ચાર્જિંગની પણ સુવિધા આપવામાં આવી શકે છે. iPhone 11 સિરીઝમાં એપલ પેન્સિલ આપવામાં આવી શકે છે. આ સાથે જ ફોનમાં USB ટાઈપ-C ચાર્જર આપવામાં આવશે.

X
'IOS 13' launches on September 10 with  the iPhone 11 series
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી