અપકમિંગ / ભારતમાં 'મોટો E6 પ્લસ' લોન્ચ થશે, 64GB સ્ટોરેજવાળો કંપનીનો સૌથી સસ્તો ફોન

India will launch 'Moto E6 Plus', the cheapest phone with 64GB storage

  • ‘મોટોરોલા’ ટૂંક સમયમાં પોતાનો એન્ટ્રી લેવલ સ્માર્ટફોન 'મોટો E6 પ્લસ' ભારતીય માર્કેટમાં લોન્ચ કરશે
  • ઓનર સહિત અન્ય કંપનીઓના ફોન સાથે મોટો E6 પ્લસ સ્પર્ધા કરશે
  • ભારતમાં તેના 4GB રેમ અને 64GB સ્ટોરેજવાળા વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવશે

Divyabhaskar.com

Sep 11, 2019, 02:26 PM IST

ગેજેટ ડેસ્ક. ‘લેનોવો’ની પેરેન્ટ કંપની ‘મોટોરોલા’ ટૂંક સમયમાં પોતાનો એન્ટ્રી લેવલ સ્માર્ટફોન 'મોટો E6 પ્લસ' ભારતીય માર્કેટમાં લોન્ચ કરશે. થોડા દિવસ પહેલાં કંપનીએ બર્લિનમાં ચાલી રહેલા આઈએફએ 2019 ટ્રેડ શોમાં તેને ગ્લોબલ માર્કેટ માટે લોન્ચ કર્યો. મોટોરોલાના આ સસ્તા ફોનની કિંમત અંદાજે 11 હજાર રૂપિયા હશે. આ કિંમતમાં આવતા શાઓમી, રિયલમી, ઓનર સહિત અન્ય કંપનીઓના ફોન સાથે મોટો E6 પ્લસ સ્પર્ધા કરશે. મોટોરોલા ઈન્ડિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ફોનનું ટીઝર લોન્ચ કર્યું છે. તેને ભારતમાં ક્યારે લોન્ચ કરવામાં આવશે તે અંગે હજુ સુધી કંપની દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.

કંપનીએ ટ્વીટમાં ફોનની સ્ટોરેજ કેપેસિટી વિશે જણાવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, ઓછી કિંમતનાં ફોનમાં વધારે સ્ટોરેજ મળશે. એટલે કે યૂઝરને મીડિયા ફાઈલ સ્ટોર કરવા માટે કોમ્પ્રોમાઈઝ નહીં કરવું પડે.

મોટોરોલા E6 પ્લસનાં સ્પેસિફિકેશન્સ

મોટોરોલા ઈન્ડિયાએ પોતાની ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે, ભારતમાં તેના 4GB રેમ અને 64GB સ્ટોરેજવાળા વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવશે.


ડિસ્પ્લે સાઈઝ
6.10 ઈંચ
ડિસ્પ્લે ટાઈપ HD+ ડિસ્પ્લે, 720x1560 પિક્સલ રિઝોલ્યૂશન
સિમ ટાઈપ ડ્યૂઅલ સિમ
ઓએસ એન્ડ્રોઈડ 9 પાઈ
પ્રોસેસર મીડિયાટેક હીલિયો પી22
રેમ 3GB/4GB
સ્ટોરેજ 32GB/64GB
એક્સપાન્ડેબલ મેમરી 512 GB
રિઅર કેમેરા 13 મેગાપિક્સલ+ 2 મેગાપિક્સલ
ફ્રન્ટ કેમેરા 8 મેગાપિક્સલ
બેટરી 3000mHa
ક્નેક્ટિવિટી વાઈ-ફાઈ 802.11, બ્લૂટૂથ 4.2, જીપીએસ, એફએમ રેડિયો, માઈક્રો યૂએસબી 2.0, 3.5 એમએમ ઓડિયો જેક
સેન્સર ફિંગરપ્રિન્ટ સેન્સર, એક્સલરોમીટર, પ્રોક્સિમિટી સેન્સર
ડાયમેન્શન્સ 155.6x73.1x8.6mm
વજન 149.7 ગ્રામ

X
India will launch 'Moto E6 Plus', the cheapest phone with 64GB storage
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી