તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગેજેટ ડેસ્ક. સેમસંગ ગેલેક્સી ફોલ્ડને ટક્કર આપવા માટે ચીનની કંપની હુવાવે ફોલ્ડેબલ ફોન મેટ એક્સને થોડા મહિના પહેલા ગ્લોબલી લોન્ચ કર્યો હતો. ગેલેક્સી ફોલ્ડથી મોંઘો હોવા છતાં ગ્રાહકો તેને વધારે પસંદ કરી રહ્યા છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, હુવાવે ચીનમાં દર મહિને અંદાજે એક લાખ હુવાવે મેટ એક્સ સ્માર્ટફોનનું વેચાણ કરે છે. ચીનમાં તેનું વેચાણ નવેમ્બર 2019 ના મધ્યમાં શરૂ થયું હતું જ્યારે સાઉથ કોરિયાઈ માર્કેટમાં ગેલેક્સી ફોલ્ડ સપ્ટેમ્બરથી વેચાઈ રહ્યો છે.
એન્ડ્રોઈડ સેન્ટ્રલમાં પોતાનો રિપોર્ટ દર્શાવતા હુવાવે મેટ એક્સ છેલ્લા બે મહિનાથી ચીનના માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ છે, એટલે કે કંપનીએ અત્યાર સુધીમાં લગભગ 2 લાખ યુનિટ વેચ્યા છે. ચીનમાં મેટ એક્સની કિંમત $2,400 એટલે કે 1.70 લાખ રૂપિયા સુધી છે, જે ગેલેક્સી ફોલ્ડની કિંમત (1.60 લાખ રૂપિયા) કરતા થોડી વધારે છે. જોવા જઈએ તો, હુવાવે અને સેમસંગ બંને એવી કંપનીઓ છે જેને 2019માં સૌથી પહેલા પોતાના ફોલ્ડેબલ ફોનને માર્કેટમાં લોન્ચ કર્યા હતા. ગેલેક્સી ફોલ્ડને સૌથી પહેલા 2019માં મોબાઈલ કોંગ્રેસ 2019માં રજૂ કરવામાં આવ્યો હતો જ્યારે હુવાવે મેટ એક્સને જુલાઈ 2019માં લોન્ચ કરવામાં આવ્યો હતો. ફોલ્ડમાં આવેલી સ્ક્રીન સંબંધિત સમસ્યાને કારણે કંપનીએ તેની લોન્ચિંગ તારીખ લંબાવી હતી. ફોલ્ડિંગ સ્ક્રીનની સમસ્યાને દૂર કર્યા બાદ સેમસંગે તેને નવેમ્બરમાં લોન્ચ કર્યો હતો.
મેટ એક્સ ફોલ્ડેબલ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન
તેમાં 8 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે, જે ખાસ કરીને ટેબલેટમાં હોય છે. ઉપરાંત ફોલ્ડ થવા પર પણ તેમાં ઘણી મોટી બે ડિસ્પ્લે મળે છે. હુવાવે મેટ એક્સમાં કિરિન 980 પ્રોસેસર છે. તેમાં 8GB રેમ અને 512GBનું સ્ટોરેજ મળશે. તેમાં ચાર કેમેરા આપવામાં આવ્યા છે, જેમાં 40 મેગાપિક્સલનો, 16 મેગાપિક્સલનો (અલ્ટ્રા-વાઈડ), 8 મેગાપિક્સલ ટેલીફોટો અને ટીઓએફ સેંસર સામેલ છે. તેમાં 4500MAH બેટરી છે, જે 55 વોટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
ગેલેક્સી ફોલ્ડના બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે | અનફોલ્ડઃ7.3 ઇંચ (પ્રાઈમરી), 4.6 ઇંચ (સેકન્ડરી) ,1536x2152 પિક્સલ રિઝોલ્યુશન ફોલ્ડ: 4.6 ઈંચ, સુપર એમેલોડ, 720x1680 પિક્સલ રિઝોલ્યુશન |
OS | એન્ડ્રોઈડ 9 પાઈ |
પ્રોસેસર | 7nm ક્વોલકોમ સ્નેપડ્રેગન 855 ઓક્ટા-કોર વિથ એડ્રિનો 640 gpu |
રેમ | 12GB |
ફ્રન્ટ કેમેરા | 10 MP |
રિઅર કેમેરા | 16 MP (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ)+ 12 MP (વાઇડ એંગલ કેમેરા) + 12 MP (ટેલિફોટો) |
સેલ્ફી કેમેરા | ફોલ્ડઃ 10 MP (વાઈડ) અનફોલ્ડઃ 10 MP (વાઈડ)+8MP (ડેપ્થ) |
કનેક્ટિવિટી | વાઈ-ફાઈ 802.11, બ્લૂટૂથ 5.0, GPS, NFC, USB 3.1 ટાઈપ-સી |
સેંસર | ફિંગરપ્રિંટ (સાઈડ માઉન્ટેડ), એક્સીરેલોમીટર, જાયરોસ્કોપ, પ્રોક્સિમિટી, કંપાસ, બારોમીટર, સેમસંગ DeX સપોર્ટ |
બેટરી | 4,380mAh |
ડાયમેંશન | ફોલ્ડઃ 60.9x62.9x15.5MM, અનફોલ્ડઃ160.9x117.9x6.9MM |
વજન | 263 ગ્રામ |
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.