અપકમિંગ / હુવાવે કંપનીએ તેના અપકમિંગ સ્માર્ટફોન 'નોવા 6 5G'નાં કેટલાક સ્પેસિફિકેશન જાહેર કર્યા છે

Huawei Company Announces Some Specifications of Its Upcoming Smartphone 'Nova 6 5G'

  • ફોનને 5 ડિસેમ્બરે ચીનમાં લોન્ચ કરવામાં આવશે
  • કંપની ફોનનાં 8GB/128GB અને 8GB/256GB 2 વેરિઅન્ટ લોન્ચ કરશે

Divyabhaskar.com

Dec 02, 2019, 11:50 AM IST

ગેજેટ ડેસ્ક: હુવાવે કંપની તેના અપકમિંગ સ્માર્ટફોન 'હુવાવે નોવા 6 5G'ને 5 ડિસેમ્બરે ચીનમાં લોન્ચ કરશે. આ ફોનનાં કેટલાક સ્પેસિફિકેશનને કંપનીએ VMall.com વેબસાઈટ પર શેર કર્યા છે. કંપની આ ફોનનાં 4 કલર વેરિઅન્ટ લોન્ચ કરશે. આ ફોનમાં 6.57 ઇંચની IPS LCD ડિસ્પ્લે આપવામાં આવી શકે છે.

ફોનમાં ઓક્ટાકોર હાઈસિલિકોન કિરિન પ્રોસેસર આપવામાં આવશે. આ ફોનમાં એન્ડ્રોઇડની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 10 ઇન્સ્ટોલ્ડ છે. કંપની ફોનનાં 8GB/128GB અને 8GB/256GB 2 વેરિઅન્ટ લોન્ચ કરશે.

ફોનમાં 4 રિઅર કેમરા સેટઅપ આપવામાં આવશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MP નો કેમેરા મળશે.

આ અપકમિંગ ફોનમાં 40 વૉટનાં ફાસ્ટ ચાર્જિંગ સાથે 4000mAhની બેટરી આપવામાં આવશે. ફોનને ભારતમાં ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

X
Huawei Company Announces Some Specifications of Its Upcoming Smartphone 'Nova 6 5G'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી