ટેક / વર્ષ 2020માં લોન્ચ થનારા સ્માર્ટફોનના કેમેરા પ્રોફેશનલ ફોટોગ્રાફી માટે ઉપયોગી બનશે

How Smartphone Cameras will Improve in Photos and Videos at 2020

Divyabhaskar.com

Feb 17, 2020, 03:07 PM IST

રવિ શર્મા (પુણે): અગાઉ સમાર્ટફોનનો ઉપયોગ કોલિંગ, મેસેજિંગ અને ચેટિંગ માટે કરવામાં આવતો હતો પરંતુ હવે બદલાતા યુગમાં તેનો ઉપયોગ પણ બદલાઈ ગયો છે. સ્માર્ટફોનનો ઉપયોગ પ્રોફેશનલ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે થવા લાગ્યો છે. તેનું કારણ સ્માર્ટફોન્સના પાવરફુલ કેમેરા છે. વર્ષ 2020માં લોન્ચ થનારા અને થઈ ચૂકેલા સમાર્ટફોન્સ કેમેરા ફોટોગ્રાફી માટે વધારે ઉપયોગી બનશે.

રિઝોલ્યુશન
વર્ષ 2019માં 48MP અને 64MP પ્રાઈમરી કેમેરા સામાન્ય વાત બની ગઈ હતી પરંતુ હવે 108MP પ્રાઈમરી કેમેરાન દોર શરૂ થયો છે. શાઓમીના સ્માર્ટફોન ‘MI NOTE 10’ અને તાજેતરમાં લોન્ચ થયેલાં ‘MI 10’ અને ‘MI 10 PRO’ સ્માર્ટફોન્સમાં 108MP કેમેરા આપવામાં આવ્યો છે. સેમસંગના અપકમિંગ સ્માર્ટફોન ‘GALAXY S11’માં પણ 108MPનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવી શકે છે. સેમસંગ કંપની 144MP કેમેરા પર કામ કરી રહી છે.

વીડીયો રેન્જ
ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર સ્માર્ટફોનને વધારે પાવર આપશે. આ પ્રોસેસરથી 120 ફ્રેમ પ્રતિ સેકન્ડ પર 4X સ્લોમોશન કેપ્ચરિંગ સરળ બનશે.આ પ્રોસેસર 720 પિક્સલ 960 ફ્રેમ પ્રતિ સેકન્ડના સુપર સ્લો મોશન વીડિયો શૂટિંગ સપોર્ટ કરે છે. આ ટેક્નોલોજીથી હાઈ રિઝોલ્યુશન વીડિયો અથવ સ્લો મોશન વીડિયો કોઈ પણ ટાઈમ લિમિટ વગર શૂટ કરી શકાય છે.

ફોક્સ

વર્ષ 2020 સ્માર્ટફોન્સમાં સોનીની 2X2 ઓન ચિપ લેન્સ સેન્સર ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ થયો છે. તેને ઓલ પિક્સલ ઓટો ફોક્સ પણ કહેવામાં આવે છે. આ ટેક્નોલોજીમાં સેન્સરના તમામ પિક્સલનો ઉપયોગ ફોક્સ ડિટેકટ કરવામાં થાય છે. તેનાથી હોરિઝોન્ટલ ઓટોફોક્સ ડિટેક્શન વધારે સારું થાય છે.

AI ફોટોગ્રાફી સ્માર્ટ બનશે
મોટે ભાગે દરેક સ્માર્ટફોન બ્રાન્ડ તેમના ફોનમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. ફોટોના કલર બ્રાઇટ અને શાર્પ કરવા માટે વધારે AI ફીચર મળશે. આ ટેક્નોલોજી હવે કોઈ પણ મિડલ રેન્જ સ્માર્ટફોનમાં પણ મળવા લાગી છે.

વધારે ઝૂમિંગ
વર્ષ 2019ના સ્માર્ટફોનમાં કેટલાક ફોન્સમાં 2 ઓપ્ટિકલ ઝૂમ કેમેરા આપવામાં આવ્યા હતા. વર્ષ 2020ના સ્માર્ટફોન્સમાં ઝૂમિંગ ક્ષમતા વધારે મળશે.

X
How Smartphone Cameras will Improve in Photos and Videos at 2020
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી