અપકમિંગ / ગૂગલ મેપમાં ટ્રાન્સલેટર ફીચર ઉમેરવામાં આવશે, શરૂઆતમાં 50 ભાષાઓને સપોર્ટ કરશે

Google Maps update adds new translator feature know its uses and importance

  • ફીચરનો ઉપયોગ જગ્યાનું નામ અને એડ્રેસની નીચે આપેલા સ્પીકર બટનનાં માધ્યમથી કરી શકાશે
  • વધારે વાતચીત કરવા માટે એપને ગૂગલ ટ્રાન્સલેટ એપથી લિંક પણ કરવામાં આવશે
  • આ નવા ફીચરને નવેમ્બર મહિનામાં જ એન્ડ્રોઇડ અને iOS ડિવાઇસ માટે લોન્ચ કરવામાં આવશે

Divyabhaskar.com

Nov 15, 2019, 05:22 PM IST

ગેજેટ ડેસ્કઃ ટ્રાવેલિંગના એક્સપિરિયંગને વધારે સારો બનાવવા માટે ગૂગલ મેપમાં ટ્રાન્સલેશન ફીચરનો ઉમેરો કરવામાં આવશે. આ ફીચર યુઝરને સ્થાનિક ભાષામાં નામ અને એડ્રેસ બોલીને સંભળાવશે. તેથી યુઝરને ટ્રાવેલિંગમાં ભાષાને લગતી કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે. ગૂગલ મેપની નવી અપડેટમાં આ ફીચર આપવામાં આવશે. શરૂઆતમાં તે 50 સ્થાનિક ભાષાઓને સપોર્ટ કરશે.

આ ફીચરનો ઉપયોગ જગ્યાનું નામ અને એડ્રેસની નીચે આપેલા સ્પીકર બટનનાં માધ્યમથી કરી શકાશે. તે જગ્યાનું નામ-એડ્રેસ મોટેથી બોલીને યુઝરને સંભળાવશે. વધારે વાતચીત કરવા માટે એપને ગૂગલ ટ્રાન્સલેટ એપથી લિંક પણ કરવામાં આવશે.

આ નવા ફીચરને નવેમ્બર મહિનામાં જ લોન્ચ કરવામાં આવશે. તેને એન્ડ્રોઇડ અને iOS ડિવાઇસ માટે લોન્ચ કરવામાં આવશે. શરૂઆતના તબક્કે તેમાં માત્ર 50 ભાષાઓ સપોર્ટ કરશે પરંતુ ધીમે ધીમે તેમાં અન્ય ભાષાઓનો પણ ઉમેરો કરવામાં આવશે.ટેક્સ્ટ ટુ સ્પીચ ફીચર યુઝરને ટ્રાવેલિંગની જગ્યાને આધારે આપમેળે જ નક્કી કરશે કે તેને કઈ ભાષામાં ટ્રાન્સલેશન કરવાનું છે.

X
Google Maps update adds new translator feature know its uses and importance

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી