ગેજેટ ડેસ્ક: ચીનની કંપની શાઓમી 16 ઓક્ટોબરે ભારતમાં 64 મેગાપિક્સલનો રેડમી નોટ 8 પ્રો સ્માર્ટફોન લોન્ચ કરશે. શાઓમી ઇન્ડિયાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ઓગસ્ટ મહિનામાં આ ફોન ચીનમાં લોન્ચ થઈ ચૂક્યો છે. આ ફોનમાં કેમેરા સિવાય 4500 mAhની બેટરી છે. બુધવારે કંપનીએ ભારતમાં મિડરેન્જ સ્માર્ટફોન રેડમી 8 લોન્ચ કર્યો છે. આ ફોનની શરૂઆતની કિંમત 7,999 રૂપિયા છે. આ ફોનની ખાસ વાત એ છે કે તેમાં 5000 એમએએચની બેટરી છે.
ગેમિંગ માટે રેડમી નોટ 8 પ્રો સ્માર્ટફોનમાં મીડિયાટેકનું નવું ગેમિંગ ફોક્સ્ડ મીડિયાટેક હીલિયો G90T પ્રોસેસર આપ્યું છે. ફોનમાં 8 જીબી સુધીની રેમ અને 128 જીબી સુધીનું સ્ટોરેજ મળશે. કંપનીએ ફોનમાં લિકવીડ કુલિંગ સપોર્ટ પણ આપ્યું છે જેથી ગેમ રમતી વખતે ફોન ગરમ ન થાય. ચીનમાં આ ફોનના પ્રથમ સેલ દરમિયાન જ 3 લાખ યુનિટ્સ વેચાઈ ગયા હતા.
ચીનમાં રેડમી નોટ 8 પ્રોના ત્રણ વેરિએન્ટ
6 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ 14,000 રૂપિયા
6 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ 16,000 રૂપિયા
8 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ 18,000 રૂપિયા
આશા છે કે, ભારતમાં પણ વેરિએન્ટ પ્રમાણે ચીન જેટલી જ કિંમત હશે.
રેડમી 8 પ્રોના સ્પેસિકિકેશન
ડિસ્પ્લે સાઈઝ | 6.53 ઇંચ |
ડિસ્પ્લે ટાઈપ | ફુલ એચડી પ્લસ, 1080x2340 પિક્સલ |
સિમ ટાઈપ | ડ્યુઅલ સિમ |
ઓએસ | એન્ડ્રોઇડ 9 પાઇ |
પ્રોસેસર | મીડિયાટેક હીલિયો G90T |
રેમ | 6 જીબી / 8 જીબી |
સ્ટોરેજ | 64 જીબી /128 જીબી |
રિઅર કેમેરા | 64MP+8MP+2MP+2MP |
ફ્રન્ટ કેમેરા | 20MP |
બેટરી | 4500 mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.