લોન્ચ / ત્રણ રિઅર કેમેરા સાથે 'ગેલેક્સી A50s' અને 'A30s' લોન્ચ, કિંમત રૂ. 16,999થી શરૂ

Galaxy A50s and 'A30s' launches with three rear cameras, priced at Rs. Starting at 16,999

  • સેમસંગે બુધવારે ગેલેક્સી એ-સિરિઝનાં બે નવા સ્માર્ટફોન ગેલેક્સી A50s અને A30s લોન્ચ કર્યા
  • લેક્સી એ30માં ફૂલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે 
  • ગેલેક્સી A30s ફોનને સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે

Divyabhaskar.com

Sep 11, 2019, 07:43 PM IST

ગેજેટ ડેસ્ક. સેમસંગે બુધવારે ગેલેક્સી એ-સિરિઝનાં બે નવા સ્માર્ટફોન ગેલેક્સી A50s અને A30s લોન્ચ કર્યા. માર્કેટમાં પહેલાંથી અત્યારે ઉપલબ્ધ ગેલેક્સી A50 અને A30નું અપગ્રેડ વર્ઝન છે. બંને ફોનના કેમેરા, ડિઝાઈન સહિત અન્ય ફિચર્સમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ગેલેક્સી એ30માં ફૂલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે જ્યારે એ30એસમાં HD+ સ્ક્રીન આપવામાં આવી છે. બંને ફોનમાં 3D ડિઝાઈન, ગ્લોસી પેર્ટન જોવા મળશે.

ગેલેક્સી A50s અને A30sની કિંમત

ગેલેક્સી A50s ફોનને રેમ અને સ્ટોરેજ પ્રમાણે બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. તેના 4GB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 22,999 રૂપિયા છે અને 6GB રેમવાળા વેરિઅન્ટની કિંમત 24,999 રૂપિયા છે.

ગેલેક્સી A30s ફોનને સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેનાં 4GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે. બંને ફોન બુધવારથી ઓનલાઈન પ્લેટફોર્મ જેમ કે, એમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ મોલ અને સેમસંગ ઓનલાઈન શોપ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. બંને સ્માર્ટફોન પ્રિઝ્મ ક્રશ વાયોલેટ, પ્રિઝ્મ ક્રશ બ્લેક, પ્રિઝ્મ ક્રશ વ્હાઈટ કલરમાં ઉપલબ્ધ છે.


ગેલેક્સી A30sના સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.40 ઈંચ
ડિસ્પ્લે ટાઈપ ઈન્ફિનિટી વી, સુપર અમોલેડ, HD+ડિસ્પ્લે, 720x1560 રિઝોલ્યૂશન
ઓએસ એન્ડ્રોઈડ 9પાઈ વિથ વન યૂઆઈ
પ્રોસેસર ઓક્ટાકોર એક્સીનોસ7904
રેમ 4GB
સ્ટોરેજ 64GB
એક્સપાન્ડેબલ મેમરી માઈક્રોએસડી કાર્ડની મદદથી 512GB વધારી શકાય છે

રિઅર કેમેરા
25MP (પ્રાઈમરી સેંસર)+8MP (અલ્ટ્રા વાઈડ)+5MP (ડેપ્થ સેંસર)
ફ્રંટ કેમેરા 16MP
બેટરી 4,000mAh વિથ 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
સિક્યોરિટી ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેંસર

ગેલેક્સી A50sના સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.40 ઈંચ
ડિસ્પ્લે ટાઈપ ઈન્ફિનિટી-યૂ, સુપર અમોલેડ, ફૂલ HD+ ડિસ્પ્લે, 1080x2340 રિઝોલ્યૂશન
ઓએસ એન્ડ્રોઈડ 9 પાઈ વિથ યૂઆઈ
પ્રોસેસર ઓક્ટાકોર એક્સીનોસ 9611
રેમ 4GB/6GB
સ્ટોરેજ 128GB
એક્સપાન્ડેબલ મેમરી માઈક્રોએસડી કાર્ડથી 512GB વધારી શકાય છે
રિઅર કેમેરા 48MP (પ્રાઈમરી સેંસર)+8MP(અલ્ટ્રા વાઈડ)+5MP (ડેપ્થ સેંસર)
ફ્રંટ કેમેરા 32MP
બેટરી 4,000mAh વિથ 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
સિક્યોરિટી ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેંસર

X
Galaxy A50s and 'A30s' launches with three rear cameras, priced at Rs. Starting at 16,999
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી