• Gujarati News
  • National
  • Five Years Ago, The Probability Of A Heart Attack Will Be Known: The Role Of Artificial Intelligence

પાંચ વર્ષ પહેલાં હાર્ટ અટેકની સંભાવના જાણી શકાશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મહત્ત્વની ભૂમિકા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ હૃદય રોગ સંબંધિત બીમારોની સારવાર માટે હવે દવા સાથે ટેક્નોલોજીનો ઉપયોગ પણ જરૂરી બન્યો છે. ટેક્નોલોજીની મદદથી ભવિષ્યમાં હાર્ટ અટેક ની સંભવન્નાની જાણકારી મળે છે. 3D પ્રિન્ટિંગની મદદથી હાર્ટ ટ્રાંસપ્લાન્ટ કરવામાં મદદ મળે છે. ગૂગલની મદદથી પણ આંખોના માધ્યમથી હૃદય રોગને પહેલાંથી જ જાણી શકાય છે. વર્લ્ડ હાર્ટ ડે પર જાણો કઈ ટેક્નોલોજીની મદદથી હૃદય સંબંધિત રોગોથી બચી શકાય છે.

1. બાયોમાર્કર ફિંગરપ્રિન્ટ હાર્ટ અટેકની ભવિષ્યવાણી કરશે
 

ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ્સ (AI)ની  મદદથી એવી ટેક્નોલોજીનો વિકાસ કર્યો છે, જે 5 વર્ષ પહેલાં જ હાર્ટ અટેકના સંભાવિત જોખમની જાણકારી આપે છે. આ ટેક્નોલોજીમાં એક બાયોમાર્કર ફિંગરપ્રિન્ટનો વિકાસ કરવામાં આવ્યો છે, જે ફેટ રેડિયોમિક પ્રોફાઈલ (FRP)નું નામ આપવામાં આવ્યું છે. FRP ધમનીઓમાં રહેલાં ફેટનું જિનેટિક એનાલિસિસ કરીને ભવિષ્યના જોખમની જાણકારી આપશે. તેનાથી ભવિષ્યમાં હાર્ટ અટેક આવશે કે નહીં તે વાતની જાણકારી મળશે.

2. 3D પ્રિન્ટિંગથી હૃદય તૈયાર થશે
 

ઇઝરાયલમાં તેલ અવીવ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ 3D પ્રિન્ટિંગથી મિનિ હૃદય બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ હૃદયને બનાવવા માટે મનુષ્યની કોશિકાઓ અને બાયોલોજિકલ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે તેનું કદ હાલ માત્ર 2.5 સેન્ટિમીટર છે. મનુષ્યનું હૃદય 12 સેન્ટિમીટરનું હોય છે. ભવિષ્યમાં મનુષ્યના હૃદયના આકારનું હૃદય પ્રિન્ટ કરવાની તૈયારી ચાલી રહી છે. આ પહેલાં પણ કૃત્રિમ હૃદય બનાવવામાં આવ્યું હતું,જેમાં  ધમનીઓની ગેરહાજરી હતી.

3. જિનેટિક મોડિફાઇડ ડુક્કરમાંથી હાર્ટ ટ્રાંસપ્લાન્ટ​​​​​​​

અમેરિકાના મેસાચુસેટ્સમાં ઈ-જિનેટિક સ્ટાર્ટઅપ અંતર્ગત એન્જિનિઅરિંગના માધ્યથી એવા ડુક્કર (ભૂંડ) બનાવવામાં આવી રહ્યાં છે, જેમનાં હૃદય સહિતના અંગને મનુષ્યમાં ટ્રાંસપ્લાન્ટ કરી શકાય. તેના લીધે હૃદય રોગને કારણે થતી મૃત્યુમાંથી 1/3 મૃત્યુને રોકી શકાશે. મનુષ્યનાં શરીરમાં જાનવરોના હૃદયના ટ્રાંસપ્લાન્ટ માટે ઘણાં વર્ષોથી સંશોધન ચાલી રહ્યા છે પરંતુ તેમાં એટલે સફળતા નથી મળે કારણકે મનુષ્ય અને જાનવરોના હૃદયમાં અંતર હોય છે. તેના લીધે હવે જાનવરોને મનુષ્યના અંગ અનુસાર મોડિફાઇડ કરવામાં આવી રહ્યાં છે.

4. ગૂગલ: ભવિષ્યમાં થનારા હાર્ટ અટેક વિષે આંખો જણાવશે​​​​​​​​​​​​​​

ગૂગલ એવી યોજના પર કામ કરી રહ્યું છે જેમાં આંખોમાં જોઈને એ વાતની ખબર પડી શકશે કે આવનારા વર્ષોમાં વ્યક્તિને દિલની બીમારી થઇ શકે છે કે નહીં. આ યોજનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ થઇ રહ્યો છે. તેમાં રેટિનાના ફોટો મારફતે વ્યક્તિની ઉંમર, બ્લડ પ્રેશર અને બોડી માસ ઇન્ડેક્સની જાણકારી તો મળશે જ સાથે એ વાતની પણ જાણકારી મળશે કે દિલ માટે ડેન્જર આદતો (જેમ કે પાંચ વર્ષ પહેલાં આ વાતની ભવિષ્યવાણી કરી શકશે કે સ્મોકિંગ) થી તેના દિલને કેટલો ખતરો થઇ શકે છે. એવી જ રીતે વ્યક્તિને હાર્ટ અટેક આવવાની કેટલી સંભાવના હશે. લગભગ ઘણી જાણકારીઓને આધારે ગૂગલના ડીપ લર્નિંગ અલ્ગોરિધમનું 3 લાખ દર્દીઓ પર સફળ ટ્રાયલ પણ થઇ ચૂક્યું છે.

દર્દીની જિંદગીને સરળ બનાવનારા 4 ઈન્વેનશન

1. ત્રણ મહિનામાં એક ઇન્જેક્શન, કાબૂમાં રાખશે કોલેસ્ટ્રોલનું સ્તર
આ અમેરિકાની રેપથા કંપનીએ બનાવ્યું છે. તેમાં એવી દવા છે જે કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. જે દર્દીઓઓનો  LDL (ખરાબ કોલેસ્ટ્રોલ) વધારે હોય છે અને દવાથી કાબૂમાં નથી આવતો તેના માટે આ ઘણું મદદરૂપ છે.

2. સ્માર્ટ ટોઈલેટ સીટ દર્દીના હાર્ટ સ્થિતિ બતાવશે
રોચેસ્ટર ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીમાં વૈજ્ઞાનિક નિકોલસ કોને એવું સાધન બનાવ્યું છે, જે ટોઇલેટ સીટમાં લગાવી શકાય છે. એમાં લાગેલા સેન્સર દર્દીના સાથળના પાછળના ભાગમાં બ્લડ ઓક્સિજનને માપીને દિલની સ્થિતિ ભેગી કરે છે.

3. કેપ્સૂલ આકારનું પેસમેકર સામાન્ય પેસમેકર કરતાં 90 ટકા નાનું
આ પેસમેકર અલગ જ છે. તે સામાન્ય માર્કેટમાં હાજર પેસમેકર કરતાં 90 ટકા નાનું અને કેપ્સૂલ આકારનું છે. આની ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે, તેમાં કોઈ લીડ નથી જે સામાન્ય પેસમેકરમાં હોય છે. આ માટે તેને લીડલેસ પેસમેકર નામ આપવામાં આવ્યું છે. આ ડિવાઇસને ડાયરેક્ટ હાર્ટમાં લગાવી શકાય છે.
 
4. દર્દીના હાર્ટની હલચલ ડિજિટલ ટેટૂ રેકોર્ડ કરશે
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લેસ આ ડિવાઇસ ગળામાં પહેરવાનું રહેશે. યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસના સંશોધકોએ આ ડિવાઇસ બનાવ્યું છે, જે શરીરમાં અંદર થતી હલચલને કોપી કરશે. આ ઉપરાંત તે હાર્ટમાં થતી હલચલને પણ રેકોર્ડ કરશે. ડિવાઇસનો ઉપયોગ ટેલી મેડિસનમાં થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...