રિપોર્ટ / રિઅલમી કંપનીએ ભારતમાં ઓક્ટોબર મહિનામાં 52 લાખ સ્માર્ટફોન વેચ્યા

Festive season sales: Realme sold 5.2 mn smartphones to be among top 4

  • ભારતમાં ફોનની  શરૂઆતની કિંમત 5999 રૂપિયા છે
  • ભારતીય માર્કેટમાં કંપનીના કુલ 16 સ્માર્ટફોન લોન્ચ થઈ ગયા છે

Divyabhaskar.com

Nov 06, 2019, 03:07 PM IST

ગેજેટ ડેસ્ક: ચીનની સ્માર્ટફોન કંપની રિઅલમીએ સ્માર્ટફોન શિપમેન્ટ કરવામાં નવો રેકોર્ડ બનાવ્યો છે. કાઉન્ટર પોઇન્ટ વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે, રિઅલમીએ તહેવાર દરમિયાન એટલે કે ઓક્ટોબર મહિનામાં દુનિયાભરમાં 1.7 કરોડ યુનિટ્સનું ગ્લોબલ શિપમેન્ટ કર્યું છે. ભારતમાં તેણે 52 લાખ યુનિટ્સ વેચ્યા છે.

રિપોર્ટ મુજબ, રિઅલમીએ ભારતમાં ફેસ્ટિવ સીઝન દરમિયાન 30 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર વચ્ચે આશરે 5.2 મિલિયન એટલે કે 52 લાખ સ્માર્ટફોન યુનિટ્સ વેચ્યા છે. આ આંકડો ગત વર્ષે કરતાં 160 ટકા વધારે છે. એટલું જ નહીં, પણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર ગ્રાહકોએ સૌથી વધારે રિઅલમી ફોન ખરીદ્યા છે. ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધારે ફોન વેચનારી રિઅલમી ત્રીજી કંપની રહી છે. સૌપ્રથમ કંપનીએ ગયા વર્ષે પ્રથમ સ્માર્ટફોન વેચ્યો હતો, જે પછી અત્યાર સુધીમાં કુલ 16 સ્માર્ટફોન ભારતીય માર્કેટમાં આવી ચૂક્યા છે.

સ્માર્ટફોન કિંમત
રિઅલમી C2 5,999 રૂપિયા
રિઅલમી 3i 7,499 રૂપિયા
રિઅલમી 5 8,999 રૂપિયા
રિઅલમી 5 પ્રો 12,999 રૂપિયા
રિઅલમી XT 15,999 રૂપિયા
રિઅલમી X 16,999 રૂપિયા​​​​​​​
​​​​​​​
​​​​​​​

X
Festive season sales: Realme sold 5.2 mn smartphones to be among top 4

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી