રિપોર્ટ / એમેઝોન કંપનીની ફાયર સ્ટિકની જેમ ફેસબુક પણ પોર્ટલ ટીવી ડિવાઇસ લોન્ચ કરશે

Facebook to launch a Portal TV Device, similar to Amazon Fire Stick: Report

  • કંપનીએ આ ડિવાઇસ મામલે કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી

Divyabhaskar.com

Sep 16, 2019, 03:38 PM IST

ગેજેટ ડેસ્ક: સોશિયલ મીડિયાની કંપની ફેસબુક ટૂંક સમયમાં ટીવી સ્ટ્રીમિંગ ડિવાઇસ લોન્ચ કરવાની છે. આ ડિવાઇસ એમેઝોનના પોર્ટલ ટીવી ડિવાઇસ ફાયર સ્ટિક જેવી હશે. કંપની આ ડિવાઇસને ફેસબુકના પોર્ટલ ડિવાઇસના સિરીઝની જેમ લોન્ચ કરશે. રિપોર્ટ પ્રમાણે, આ ડિવાઇસની મદદથી ટીવી જોયા સિવાય કેમેરા અને વીડિયો ચેટિંગનો ફીચર પણ યુઝરને મળશે. જો કે, કંપની તરફ્થી હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત આ ડિવાઇસને લઈને કરવામાં આવી નથી. આ ડિવાઇસ એન્ડ્રોઇડ સિસ્ટમ પર કામ કરશે. તેની મદદથી યુઝર્સ પોતાના ફેસબુક અકાઉન્ટની મદદથી વીડિયો કોલિંગ અને ચેટિંગ પણ કરી શકશે. આ આ વર્ષના અંત સુધીમાં કંપની આ ડિવાઇસને લોન્ચ કરી શકે છે.

X
Facebook to launch a Portal TV Device, similar to Amazon Fire Stick: Report

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી