તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Diesel Brand Launches Transparent Striped Smartwatch 'FadeLight' At Consumer Electronics Show 2020

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ 2020માં ડીઝલ બ્રાન્ડે ટ્રાન્સ્પરન્ટ સ્ટ્રિપવાળી સ્માર્ટવોચ ‘ફેડલાઈટ’ લોન્ચ કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • વોટર રઝિસ્ટન્ટ આ વોચ ગૂગલ અસિસ્ટન્ટ ફીચરને સપોર્ટ કરે છે
 • સ્માર્ટવોચ હાર્ટ રેટ મોનિટરિંગ, સ્પોર્ટ્સ મોનિટરિંગ અને પ્લેબેક કન્ટ્રોલ જેવાં ફીચર સપોર્ટ કરે છે
 • માર્ચ મહિનાથી તેનું વેચાણ ઓફિશિયલ વેબસાઈટ પર શરૂ કરવામાં આવશે

ગેજેટ ડેસ્કઃ ફોસિલ વોચની સબ બ્રાન્ડ ડીઝલએ તેની નવી સ્માર્ટવોચ ‘ફેડલાઈટ’ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ 2020માં લોન્ચ કરી છે. આ સ્માર્ટવોચમાં ટ્રાન્સ્પરન્ટ સ્ટ્રિપ આપવામાં આવી છે. તે વેયર ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે. વોચમાં સ્નેપડ્રેગન વેયર 3100 પ્રોસેસર અને નવાં ગ્રાફિક્સ આપવામાં આવ્યાં  છે.

‘ફેડલાઈટ’નાં બેઝિક સ્પેસિફિકેશન

 • 43mmનું ડાયલ ધરાવતી આ વોચમાં ગૂગલ દ્વારા તૈયાર કરવામાં આવેલી વેયર ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.
 • તેમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન વેયર 3100 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
 • વોચનાં રેડ-બ્લેક, બેલ્ક ટુ ક્લીઅર, બ્લૂ ટુ ક્લીઅર અને ઓલ ક્લીઅર કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. વોચનાં કલર બદલવા માટે તેમાં એક બટન આપવામાં આવ્યું છે.
 • આ વોચ વોટર રઝિસ્ટન્ટ છે. તે ગૂગલ અસિસ્ટન્ટ ફીચરને સપોર્ટ કરે છે.
 • સ્માર્ટવોચ હાર્ટ રેટ મોનિટરિંગ, સ્પોર્ટ્સ મોનિટરિંગ અને પ્લેબેક કન્ટ્રોલ જેવાં ફીચર સપોર્ટ કરે છે.
 • સ્માર્ટવોચ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે.
 • તેની કિંમત 275 ડોલર (આશરે 20,000 રૂપિયા) છે. માર્ચ મહિનાથી તેનું વેચાણ ઓફિશિયલ વેબસાઈટ પર શરૂ કરવામાં આવશે.
 • આ સ્માર્ટવોચ ગૂગલ પ્લે અને ગૂગલ ફિટને પણ સપોર્ટ કરે છે. તેમાં સ્પોર્ટિફાય મ્યૂઝિક એપ પ્રિ-ઇન્સ્ટોલ્ડ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો