સ્પેશિયલ પ્લાન / BSNL કંપનીએ કેરળના સબસ્ક્રાઇબર્સ માટે 234 રૂપિયાનો પ્રિપેડ પ્લાન લોન્ચ કર્યો, 30 દિવસમાં 90 GB ડેટા મળશે

Company launches Rs 234 prepaid plan for BSNL subscribers in Kerala, will get 90 GB data in 30 days

  • આ પ્લાન ઓણમ તહેવાર નિમિત્તે લોન્ચ કરવામાં આવ્યો છે
  • યુઝરને આ પ્લાનનો લાભ 15 સપ્ટેમ્બર સુધી જ મળશે

Divyabhaskar.com

Sep 10, 2019, 12:05 PM IST

ગેજેટ ડેસ્ક: ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) કંપનીએ કેરળ સર્કલમાં પોતાના સબસ્ક્રાઇબર્સ માટે ઓણમ તહેવાર મનાવવા માટે નવો પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીએ યુઝર માટે 234 રૂપિયાનો પ્રિપેડ પ્લાન લોન્ચ કર્યો છે. BSNLએ આ પ્લાનનું નામ ' ઓણમ સ્માર્ટ પ્લાન' આપ્યું છે. લેટેસ્ટ પ્લાનમાં 30 દિવસ સુધી 90 GB ડેટા મળશે. આ રિચાર્જ પ્લાનમાં યુઝરને 100 ફ્રી એસએમએસ પણ મળશે.

BSNL કેરળ સાઈટ પ્રમાણે, 234 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યુઝરને રોજ 250 મિનિટ ફ્રીમાં વોઇસ કોલ મળશે. આ સુવિધા દિલ્હી અને મુંબઈ સર્કલમાં પણ કોલ કરવા માટે છે. યુઝરને એક મહિના માટે 90 GB ડેટા મળશે.

આ રીતે પ્લાન એક્ટિવેટ કરો
આ પ્લાનની વેલિડિટી 30 દિવસની છે. કેરળ સર્કલમાં BSNLના સબસ્ક્રાઇબર્સ PLANSMART ને 123 પર મોકલીને અથવા *444*234# ડાયલ કરીને આ પ્લાન એક્ટિવેટ કરી શકાય છે. આ ડેટા ઓફર 15 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે

X
Company launches Rs 234 prepaid plan for BSNL subscribers in Kerala, will get 90 GB data in 30 days
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી