તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • CES Schedule 2020 | Las Vegas International CES Consumer Electronics Show Event And Conference Schedule Date Time

દુનિયાનો સૌથી મોટો કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ શરૂ થયો,આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતની અનેક પ્રોડક્ટ્સ રજૂ થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શૉમાં 4500થી વધારે કંપનીઓ 36 અલગ અલગ કેટેગરીમાં તેમની અપકમિંગ પ્રોડક્ટ્સ રજૂ કરશે
  • 4 દિવસ સુધી ચાલનારા આ શૉમાં 1.75 લાખથી વધારે વિઝિટર્સ સામેલ થશે
  • શૉમાં મુંબઈની સ્ટાર્ટ અપ બેઝ્ડ કંપની સ્ટ્રોમ મોટર્સ સામેલ થઈ છે

ગેજેટ ડેસ્કઃ દુનિયાના સૌથી મોટા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ CES 2020 ની શરૂઆત થઈ ચૂકી છે. લાસ વેગસમાં યોજાનાર આ શૉમાં ગેજેટ્સ, રોબોટિક્સ ઇક્વિપમેન્ટ, સ્પોર્ટ્સ, હેલ્થ, લાઇફસ્ટાઇલ, હોમ એન્ડ ફેમિલી સહિતની અનેક કેટેગેરીમાં કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સ રજૂ કરશે. આ શૉમાં 4500થી વધારે કંપનીઓ 36 અલગ અલગ કેટેગરીમાં તેમની અપકમિંગ પ્રોડક્ટ્સ રજૂ કરવાની છે. આ શૉની શરૂઆત જૂન 1967થી થઈ હતી. કન્ઝ્યુમર ટેક્નોલોજી એસોસિએશન દ્વારા આ શૉનું આયોજન કરવામાં આવે છે.

ઇવેન્ટ શેડ્યૂલ
7 જાન્યુઆરી: 8:30 AM થી 8:00 PM સુધી 
8 જાન્યુઆરી: 8:30 AM થી 7:00 PM સુધી 
9 જાન્યુઆરી: 9:00 AM થી 6:00 PM સુધી 
10 જાન્યુઆરી: 10:00 AM થી 5:00 PM સુધી 


શૉમાં 4500થી વધારે કંપની તેમની પ્રોડક્ટ્સ અને ટેક્નોલોજી રજૂ કરશે 
4 દિવસ સુધી ચાલનારા આ શૉમાં 1.75 લાખથી વધારે વિઝિટર્સ સામેલ થશે. 160થી વધારે દેશ આ શૉમાં ભાગ લઇ રહ્યા છે. 

1. 5G એન્ડ ઈન્ટરેન્ટ ઓફ થિંગ્સ (IoT)

  • 5G
  • રિજિલ્યન્સ
  • સ્માર્ટ સિટી
  • સસ્ટેનબિલિટી

2. એડવર્ટાઇઝિંગ, એન્ટરટેઇન્મેન્ટ એન્ડ કન્ટેન્ટ 

  • એન્ટરટેઇન્મેન્ટ એન્ડ કન્ટેન્ટ
  • માર્કેટિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ

3. ઓટોમોટિવ 

  • સેલ્ફ-ડ્રાઇવિંગ કાર્સ
  • વ્હીકલ ટેક્નોલોજી

4. બ્લોકચેન

  • ક્રિપ્ટોકરન્સી

5. હેલ્થ એન્ડ વેલનેસ

  • એક્સેસિબિલિટી
  • ડિજિટલ હેલ્થ
  • ફિટનેટ એન્ડ વિયરેબલ્સ

6. હોમ એન્ડ ફેમિલી 

  • ફેમિલી એન્ડ લાઇફસ્ટાઇલ
  • હોમ એન્ટરટેઇન્મેન્ટ
  • સ્માર્ટ હોમ
  • ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ

7. ઈમર્સિવ એન્ટરટેઇન્મેન્ટ 

  • ઓગ્મેન્ટેડ એન્ડ વર્ચ્યુઅલ રિયાલિટી

8. પ્રોડક્ટ્સ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ 

  • ડિઝાઇન, સોર્સિંગ એન્ડ પેકેજિંગ

9. રોબોટિક્સ એન્ડ મશીન ઇન્ટટેલિજન્સ 

  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
  • ડ્રોન્સ
  • રોબોટિક્સ

10. સ્પોર્ટ્સ 

  • ઇ-સપોર્ટ્સ

11. સ્ટાર્ટ અપ્સ 

  • ઇન્વેસ્ટર્સ
  • સ્ટાર્ટ અપ્સ

આ શૉમાં મુંબઈની સ્ટાર્ટ અપ બેઝ્ડ કંપની સ્ટ્રોમ મોટર્સ સામેલ થઈ છે. આ કંપની ભારતમાં 3 ટાયરવાળી ઇલેક્ટ્રિક કારને રજૂ કરી ચૂકી છે. આ કારમાં 2 લોકો સવાર થઈ શકે છે જોકે કંપનીએ કારની કિંમત વિશે કોઈ ખુલાસો કર્યો નથી.