ગેજેટ ડેસ્કઃ અત્યાર સુધી સ્માર્ટવોચમાં કેલરી બર્ન, સ્લીપ મોનિટર, હાર્ટ રેટ અને ECG જેવાં હેલ્થ ફીચરનો ઉપયોગ થતો હતો. હવે એપલ કંપની પણ ‘ફિટબિટ‘ કંપનીની જેમ બ્લડ ઓક્સિજન લેવલ માપતી સ્માર્ટવોચ લોન્ચ કરશે. ટેક વેબસાઈટ 9to5Macના એક રિપોર્ટ અનુસાર એપલ કંપની તેનું ટેસ્ટિંગ કરી રહી છે.
આ રિપોર્ટ મુજબ, આ સ્માર્ટવોચ બ્લડ ઓક્સિજન લેવલ તેનાં નિશ્ચિત લેવલ કરતાં ઓછું થવા પર યુઝરને નોટિફિકેશન સેન્ડ કરશે. આ રિપોર્ટ અનુસાર આ ફીચર એપલ વોચ 6 સિરીઝ અથવા WatchOSનાં અપડેટમાં આપવામાં આવશે.
આ રિપોર્ટ અનુસાર એપલ ECG ફીચરનાં અપડેટની તૈયારીમાં છે. એપલની 4 અને 5 સિરીઝ સ્માર્ટવોચમાં ECG ફીચર અવેલેબલ છે. આ ફીચર વર્ષ 2018માં લોન્ચ થયું હતું.
બ્લડ ઓક્સીજન લેવલ
શરીરનું બ્લડ ઓક્સીજન લેવલ દર્શાવે છે કે આખા શરીરમાં કેટલી માત્રામાં ઓક્સિજન પહોંચી રહ્યું છે. તેને લીધે શરીરના અંગો બરાબર કાર્યરત છે. 80થી નીચે બ્લડ ઓક્સીજન લેવલ પહોંચતા શરીરનાં અંગોના કાર્ય પર અસર થાય છે. તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.