લેટેસ્ટ OS / ‘વન પ્લસ 6’ અને ‘વન પ્લસ 6T’ સ્માર્ટફોન માટે એન્ડ્રોઇડ 10ની અપડેટ રિલીઝ કરાઈ

Android 10 update released for 'OnePlus 6' and 'OnePlus 6T' smartphones

  • આ અપડેટ કંપનીના ઓક્સિજન ઓપરેટિંગ સિસ્ટમ સાથે આપવામાં આવી છે
  • આ અપડેટ બીટા વર્ઝન છે તેથી કંપની યુઝરનાં ફીડબેક લઈને સ્ટેબલ વર્ઝન પહેલાં બગ ફિક્સ કરીને તેને ઇમ્પ્રૂવ કરવાનો પ્રયાસ કરશે

Divyabhaskar.com

Oct 21, 2019, 04:40 PM IST

ગેજેટ ડેસ્કઃ વન પ્લસ કંપનીએ ‘વન પ્લસ 6’ અને ‘વન પ્લસ 6T‘ સ્માર્ટફોન માટે લેટેસ્ટ એન્ડ્રોઇડ સિસ્ટમ ‘એન્ડ્રોઇડ 10’ને રોલઆઉટ કર્યું છે. કંપનીએ ‘વનપ્લસ 7T‘નાં લોન્ચિંગ ઇવેન્ટમાં જ આ બંને સ્માર્ટફોનમાં ‘એન્ડ્રોઇડ 10’ને રોલઆઉટ કરવાની માહિતી આપી હતી. આ અપડેટ કંપનીના ઓક્સિજન ઓપરેટિંગ સિસ્ટમ સાથે આપવામાં આવી છે.

કેવી રીતે કરશો અપડેટ?
‘વન પ્લસ 6’ અને ‘વન પ્લસ 6T’ સ્માર્ટફોનનાં યુઝર Settings > System > System updates ને ફોલો કરીને સિસ્ટમ અપડેટ કરી શકે છે. આ સ્ટેપ્સ ફોલો કર્યા પછી ઓપરેટિંગ સિસ્ટમ અપડેટનો મેસેજ જોવા મળશે. તેના પર ક્લિક કરીને નવી અપડેટ ડાઉનલોડ કરી શકાય છે.

આ નવી અપડેટ પછી યુઝર ડાર્ક મોડ, લાઈવ કેપ્શન, લોકેશન શેર, ફોકસ મોડ, સ્ક્રીન શોર્ટ સહિતનાં અનેક લેટેસ્ટ ફીચરનો ઉપયોગ કરી શકશે.

આ નવી અપડેટ બીટા વર્ઝન છે, તેથી વનપ્લસ કંપની દ્વારા સૂચના આપવામાં આવી છે કે તે રિઅલ અપડેટ જેવી સ્ટેબલ નહીં હોય. અપડેટ પછી જો યુઝર એન્ડ્રોઇડ 9 પાઇ પર મૂવ થવા માગે છે તો તેનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. આ નવી અપડેટ અનલોક થેયેલાં સ્માર્ટફોન માટે જ છે. કરન્ટ યુઝરે તેનાં માટે થોડી રાહ જોવી પડશે છે, આ અપડેટ બીટા વર્ઝન છે તેથી કંપની યુઝરનાં ફીડબેક લઈને સ્ટેબલ વર્ઝન પહેલાં બગ ફિક્સ કરીને તેને ઇમ્પ્રૂવ કરવાનો પ્રયાસ કરશે.

X
Android 10 update released for 'OnePlus 6' and 'OnePlus 6T' smartphones

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી