લેટેસ્ટ / અમેરિકન કંપની ‘એસેન્શિયલ’ કેન્ડી બાર જેવો સ્માર્ટફોન લોન્ચ કરશે

American company Essential to launch smartphone like candy bar

  • ફોનની બેક પેનલમાં રાઉન્ડ શેપમાં રિઅર કેમેરા સેટઅપ અને તેની નીચે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે
  • આ ફોનને ગોલ્ડ, બ્લુ, મેજન્ટા અને ગ્રીન કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે
  • કંપનીએ યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક ઓફિસમાં પોતાની પેટન્ટ ફાઈલ કરાવી છે

Divyabhaskar.com

Oct 10, 2019, 07:00 PM IST

ગેજેટ ડેસ્કઃ અમેરિકાની ટેક્નોલોજી કંપની ‘એસેન્શિયલ’એ તેના નવા સ્માર્ટફોનની ઝલક આપી છે. કંપનીના ફાઉન્ડર એન્ડી રુબીને ટ્વીટ કરીને તેના ફોટોઝ અને વીડિયો શેર કર્યા છે. હાલમાં આ ફોનના કન્સ્પેટ મોડલ્સ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.

આ સ્માર્ટફોન અન્ય સ્માર્ટફોન કરતાં લુકમાં થોડો અલગ છે. ફોનની ડિઝાઇન કેન્ડી બાર આકારમાં કરવામાં આવી છે. ફોનની બેક પેનલમાં રાઉન્ડ શેપમાં રિઅર કેમેરા સેટઅપ અને તેની નીચે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનની બેક પેનમાં મેટાલિક ફિનિશિંગ આપવામાં આવ્યું છે.

રુબીને ટ્વીટ કરીને એસેન્શિયલ કંપનીના લેટેસ્ટ સ્માર્ટફોનનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. આ ફોનને ગોલ્ડ, બ્લૂ, મેજન્ટા અને ગ્રીન કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે.

ફોનમાં GEM કલરશિફ્ટ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી ફોનની બોડીને અલગ અલગ એંગલથી જોવા પર તેનો કલર બદલાતો રહે છે. કંપનીએ યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક ઓફિસમાં પોતાની પેટન્ટ ફાઈલ કરાવી છે.

આ ફોનમાં સૌથી લાંબી ડિસ્પ્લે આપવામાં આવશે. XDA ડેવલપર્સના રિપોર્ટ અનુસાર આ ફોનમાં એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને સ્નેપડ્રેગન 730 પ્રોસેસર આપવામાં આવશે. રિપોર્ટ અનુઆર આ ફોનમાં વોઇસ અસિસ્ટન્ટ બેઝ્ડ ડિસ્પ્લે આપવામાં આવશે. જોકે આ ફોનની કિંમત અને અન્ય માહિતી વિશે કંપની દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.

X
American company Essential to launch smartphone like candy bar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી