વોલ પેપર / ગૂગલ અર્થ વ્યૂમાં 1000 નવા વોલપેપર્સ ઉમેરવામાં આવ્યાં, ફ્રીમાં ડાઉનડલોડ કરી શકાશે

1000 new wallpapers added to Google Earth View, can be downloaded for free
1000 new wallpapers added to Google Earth View, can be downloaded for free

Divyabhaskar.com

Feb 13, 2020, 06:24 PM IST

ગેજેટ ડેસ્કઃ ટેક જાયન્ટ ગૂગલે ‘ગૂગલ અર્થ વ્યૂ’માં નવાં 1000 વોલપેપરનો ઉમેરો કર્યો છે. ગૂગલે અવકાશમાંથી લીધેલા પૃથ્વીના સુંદર ફોટોઝને વોલ પેપરમાં ઉમેર્યા છે. આ અગાઉ અર્થ વ્યૂમાં 1500 જેટલા વોલપેપર્સ હતા વધુ 1000 વોલપેપર્સનો ઉમેરો કરતા હવે કુલ સંખ્યા 2,500 થઈ છે.

ગૂગલના બ્લોગ પોસ્ટ મુજબ, છેલ્લા દાયકાથી એન્ડ્રોઇડ યુઝર્સે વોલપેપરને ક્રોમકોસ્ટ અને ગૂગલ હોમના સ્ક્રીનશોર્ટ તરીકે ઉપયોગ કર્યો છે. નવાં વોલ પેપરનો ઉમેરો કરીને ગૂગલ અર્થ વ્યૂમાં સૌથી મોટી અપડેટ આપવામાં આવી છે.

આ તમામ વોલ પેપર હાઈ રિઝોલ્યુશન ધરાવે છે. તમામ વોલ પેપર્સ બ્રાઇટ કલર્સ, શાર્પ ઇમેજ અને 4K રિઝોલ્યુશન ધરાવે છે. Ubilabs કંપની સાથે પાર્ટરનશિપ કરી આ વોલ પેપર તૈયાર કરવામાં આવ્યાં છે.

આ વોલ પેપર્સનો ઉપયોગ કરવા માટે યુઝર્સે PCના વોલપેપર કલેક્શનને અપડેટ કરવાનું રહેશે. મોબાઈલ યુઝર્સે અર્થ વ્યૂ ગેલરીમાં જઈને નવા વોલપેપર્સ ડાઉનડલોડ કરવાના રહેશે.

X
1000 new wallpapers added to Google Earth View, can be downloaded for free
1000 new wallpapers added to Google Earth View, can be downloaded for free

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી