ન્યૂ ફીચર / ફેસબુક પરથી ટૂંક સમયમાં યુઝર ઓનલાઇન ડેટા ટ્રાન્સફર કરી શકશે

Users will soon be able to transfer data online through Facebook

  • ગૂગલ ફોટો અને વીડિયો સહિતનો ડેટા યુઝર અન્ય ફેસબુક યુઝરને ટ્રાન્સફર કરી શકશે
  • પાસવર્ડ સબમિટ કર્યા બાદ જ અન્ય યુઝર ટ્રાન્સફર ડેટાને જોઈ શકશે
  • પહેલાં આયર્લેન્ડના યુઝરના અભિપ્રાયો લીધા બાદ તેને ગ્લોબલી લોન્ચ કરવામા આવશે

Divyabhaskar.com

Dec 03, 2019, 01:07 PM IST

ગેજેટ ડેસ્કઃ ડેટા ટ્રાન્સફર કરવા માટે યુઝર વિવિધ પ્રકારની એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય છે. ટૂંક સમયમાં યુઝર હવે તેના ફેસબુક એકાઉન્ટથી જ અન્ય યુઝરને ડેટા ટ્રાન્સફર કરી શકશે. ફેસબુકનાં માધ્યમથી ટ્રાન્સફર કરવામા આવતો ડેટા એન્ક્રિપ્ટેડ હશે.

ગૂગલ ફોટો અને વીડિયો સહિતનો ડેટા યુઝર અન્ય ફેસબુક યુઝરને ટ્રાન્સફર કરી શકશે. તેના માટે અન્ય યુઝરે પાસવર્ડ સબમિટ કરવાનો રહેશે પાસવર્ડ સબમિટ કર્યા બાદ જ યુઝર ટ્રાન્સફર ડેટાને જોઈ શકશે.
ફેસબુકે સપ્ટેમ્બર મહિનામાં જ આ ટૂલ વિશે માહિતી આપી હતી. આ ટૂલ પર હાલ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

આ ટૂલને સૌ પ્રથમ આયર્લેન્ડના યુઝર માટે લોન્ચ કરવામા આવશે.આયર્લેન્ડના યુઝરના અભિપ્રાયો લીધા બાદ તેને વર્ષ 2020ના પ્રથમ 6 મહિનાની અંદર ગ્લોબલી લોન્ચ કરવામા આવશે.
આ ટૂલ માટે ઓક્ટોબરમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું હતુ. ફેસબુકના અમેરિકા અને યુરોપિના નિયામકો દ્વારા આ ટૂલનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

ફેસબુકે તેના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે, ડેટા પોર્ટેબિલિટી માટે અમેરિકા, જર્મની અને સિંગાપુરના પોલિસી મેકર, નિયામકો અને વૈજ્ઞાનિકો સાથે મળીને કેવા પ્રકારના ડેટાને કઈ સિક્યોરિટી સાથે ટ્રાન્સફર કરી શકાય તેની વાતચીત ચાલી રહી છે.

X
Users will soon be able to transfer data online through Facebook

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી