કમબેક / CamScanner એપ્લિકેશને પ્લે સ્ટોર પર કમ બેક કર્યું

The CamScanner app is back on google Play Store

  • કેમસ્કેનરનું લેટેસ્ટ વર્ઝન 5.12.5 હવે ડાઉનલોડ માટે એપ સ્ટોર પર ઉપલબ્ધ છે
  • એપમાં મેલિશિયસ મોડયુઅલ ‘Trojan-Dropper.AndroidOS.Necro.n’ નામનો માલવેર જોવા મળ્યો હતો

Divyabhaskar.com

Sep 07, 2019, 06:28 PM IST

ગેજેટ ડેસ્કઃ PDF ક્રિએટર અને ડોક્યુમેન્ટ્સ સ્કેનિંગ માટે વપરાતી એપ 'કેમસ્કેનર' (CamScanner) એપ ફરી પ્લે સ્ટોર પર જોવા મળશે. આ એપમાં ખતરનાક માલવેર (વાઇરસ) હોવાથી એપને થોડા દિવસ પહેલાં ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી હતી. હવે ફરીથી એન્ડ્રોઇડ યુઝર્સ તેનો ઉપયોગ કરી શકશે.

આ એપના ડેવલપર્સે જણાવ્યુ છે કે, એપના લેટેસ્ટ વર્ઝનથી ‘એડવર્ટાઇઝિંગ SDK’ને હટાવી દેવામાં આવ્યું છે. કેમસ્કેનરનું લેટેસ્ટ વર્ઝન 5.12.5 હવે ડાઉનલોડ માટે એપ સ્ટોર પર ઉપલબ્ધ છે.

ગત સપ્તાહમાં સાઇબર સિક્યોરિટી Kasperskyએ પોતાના બ્લોગમાં ચેતવણી આપી હતી કે, એપમાં મેલિશસ મોડયુઅલ ‘Trojan-Dropper.AndroidOS.Necro.n’ નામનો માલવેર જોવા મળ્યો હતો, જે બેંકિંગ સિક્યોરિટી ડિટેઈલ્સ ચોરી, ફેક એડ્સ ક્લિક અને ફેક સબ્સ્ક્રિપ્શનનું કામ કરે છે.

આ વાત સામે આવતાં જ તરત ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપને રિમૂવ કરી દેવામાં આવી હતી અને એપના ડેવલપર્સ દ્વારા તેમાં રહેલા માલવેરને દૂર કરીને એપનું 5.12.5 વર્ઝન વિક્સાવવામાં આવ્યું છે.

X
The CamScanner app is back on google Play Store
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી