તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Boomerang Story Of The Instagram App Adds Three New Features, Working On Both Android And IOS

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્સ્ટાગ્રામ એપની બૂમરેંગ સ્ટોરીમાં ત્રણ નવાં ફીચર ઉમેરવામાં આવ્યા, એન્ડ્રોઇડ અને આઈઓસ બન્ને પર કાર્યરત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ ફીચર્સની મદદથી શૂટ કરેલાં વીડિયોને ટ્રિમ પણ કરી શકાય છે
  • SlowMo ફીચરમાં શૂટ કરેલો બૂમરેંગ વીડિયોનું સ્લો મોશન વર્ઝન જોવા મળશે

ગેજેટ ડેસ્કઃ ફેસબુકની સોશિયલ નેટવર્કિંગ સર્વિસ ઇન્સ્ટાગ્રામમાં નવાં ફીચર્સનો ઉમેરો થયો છે. ઇન્સ્ટાગ્રામમાં બૂમરેંગ સ્ટોરીમાં SlowMo (સ્લોમોશન), Echo (ઇકો) અને Duo (ડુઓ) નામનાં 3 ફીચર રોલઆઉટ કરવામાં આવ્યા છે. આ બન્ને ફીચરને એન્ડ્રોઈડ અને iOS (આઇઓએસ) વર્ઝનપર રિલીઝ કરવામાં આવ્યાં છે.


બૂમરેંગ ફીચર ઇન્સ્ટાગ્રામ યુઝર્સનું સૌથી લોકપ્રિય ફીચર છે. તેમાં 3 નવાં ફીચર ઉમેરાતા યુઝર્સ તેમની ક્રિએટિવિટીને વધારી શકશે. આ ફીચર્સની મદદથી શૂટ કરેલાં વીડિયોને ટ્રિમ પણ કરી શકાય છે.

SlowMo ફીચરમાં શૂટ કરેલો બૂમરેંગ વીડિયોનું સ્લો મોશન વર્ઝન જોવા મળશે, Echo ફીચરમાં શૂટ કરેલો બૂમરેંગ વીડિયો ઝૂમ ઈન ઝૂમ આઉટ થતો જોવા મળશે અને Duo ફીચરમાં શૂટ કરેલો બૂમરેંગ વીડિયોનું થોડું બ્લર વિઝન જોવા મળશે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો:

  • સૌ પ્રથમ ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરીને your story પર ટેબ કરો
  • ત્યારબાદ બૂમરેંગ સિલેક્ટ કરીને વીડિયો શૂટ કરો.
  • ત્યારબાદ સ્ક્રીનની ટોપ પર બૂમરેંગ દર્શવાતા લોગો પર ક્લિક કરો.
  • ક્લાસિક, સ્લોમોશન, ઇકો અથવા ડુઓ સિલેક્ટ કરીને વીડિયો ટ્રિમ કરી Done કરીને વીડિયો પોસ્ટ કરો.

ઉલ્લેખનીય છે કે થોડાં સમય પહેલાં જ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ‘લે આઉટ’ ફીચર ઉમેરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો