અપડેટ / વ્હોટ્સએપનાં બીટા વર્ઝનમાં નવી અપડેટ રિલીઝ કરવામાં આવી

A new update to the beta version of WhatsApp has been released
A new update to the beta version of WhatsApp has been released

  • નવી અપડેટમાં ક્રેશ બગને ફિક્સ કરીને 6 નવાં ઈમોજી ઉમેરવામાં આવ્યાં છે
  • અપડેટ પછી નવું બીટા વર્ઝન 2.19.366 છે

Divyabhaskar.com

Dec 14, 2019, 03:26 PM IST

ગેજેટ ડેસ્કઃ વ્હોટ્સએપનાં બીટા વર્ઝનમાં 2.19.366 નવી અપડેટ ઉમેરવામાં આવી છે. આ નવાં અપડેટેડ વર્ઝનમાં ક્રેશ બગને ફિક્સ કરવામાં આવ્યો છે. જોકે આ નવી અપડેટમાં ડાર્ક મોડનો ઉમેરો કરવામાં આવ્યો નથી.

'ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામ' દ્વારા આ અપડેટને રિલીઝ કરવામાં આવી છે. યુઝર બીટા વર્ઝનનાં ટેસ્ટિંગમાં ભાગ લઇ શકે છે.

વ્હોટ્સએપનાં સમાચારોને ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoના રિપોર્ટ અનુસાર નવાં વર્ઝનમાં ચેટ સેટિંગનાં વોલપેપર ઓપ્શન માટે અલગથી ડિસ્પ્લે સેક્શન આપવામાં આવ્યું છે. આ સિવાય નવી અપડેટમાં 6 નવાં ઈમોજી પણ ઉમેરવામાં આવ્યાં છે.

યુઝર બીટા વર્ઝનની નવી અપડેટને ક્વિટ કરવા માટે વ્હોટ્સએપનાં બીટા લિસ્ટિંગમાં જઈને 'Leave the program' પર ટેપ કરવાનું રહેશે. ત્યારબાદ એપને અનઇન્સ્ટોલ કરીને ફરી પબ્લિક વર્ઝનની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે.

X
A new update to the beta version of WhatsApp has been released
A new update to the beta version of WhatsApp has been released

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી