ગ્રેવટન ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ:સિંગલ ચાર્જ પર 150 કિ.મી રેન્જ મળશે, 3 બેટરીની મદદથી 300 કિ.મી. સુધી ચલાવી શકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગ્રેવટન (Gravton) ઈલેક્ટ્રિક બાઈકને ક્વાન્ટા (Quanta)કંપનીએ 99,000 રૂપિયાની કિંમતમાં લોન્ચ કરી છે. કંપની લિમિટેડ યુઝરને ગ્રેવટન ચાર્જિંગ સ્ટેશન ફ્રીમાં ઓફર કરી રહી છે. આ બાઈક યુઝર ફ્રેન્ડલી છે. કંપનીના CEO પરશુરામ પરખાએ તેના પર 2016માં કામ કરવાનું શરૂ કર્યું હતું. આ કંપનીને તૈયાર કરવામાં 7 કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે. હવે કંપનીની કેપિસિટી દર મહિને 2,000 યુનિટની થઈ ગઈ છે. બાઈકમાં ખાસ વાત એ છે કે, તેમાં બેટરીને બદલી શકાય છે. કંપનીનો દાવો છે કે ગાડીમાં 3 બેટરીનો ઉપયોગ કરીને સિંગલ ચાર્જ પર 300 કિમી. સુધી ચલાવી શકો છો.

ગ્રેવટન ક્વાન્ટાના ફિચર્સ

  • 3 કિલોવોટની મોટર મળે છે, તેનાથી ગાડીની ટોપ સ્પીડ 70 કિમી/કલાક થઈ જાય છે.
  • ક્વાન્ટામાં બેટરી પાવર 3 કિલોવોટ લિથિયમ આયન બેટરી મળે છે. જે સિંગલ ચાર્જ પર 150 કિમીની રેન્જ આપે છે. બેટરીને ઘરે 3 કલાકમાં ચાર્જ કરી શકાય છે. ફાસ્ટ ચાર્જરથી ચાર્જ કરશો તો તે માત્ર 90 મિનિટમાં ચાર્જ થઈ જશે. તેમાં અલગથી બેટરી લગાવીને રેન્જને 320 કિમી સુધી વધારી શકાય છે.
  • સ્માર્ટફોન એપ ફિચરથી સજ્જ છે. તેમાં રોડસાઈડ આસિસ્ટન્સ, મેપિંગ સર્વિસ સ્ટેશન, રિમોટથી ગાડીને લોક/અનલોક કરી શકાય છે. તે ઉપરાંત લાઈટ ઓન-ઓફ કરી શકાય છે અને ગાડીની ઓવરઓલ હેલ્થ પણ ચેક કરી શકાય છે.
  • કંપનીના જણાવ્યા પ્રમાણે, તેની રેન્જને વધારી શકાય છે. તેના માટે 3 બેટરી અલગથી લગાવવી પડશે. ત્યારબાદ તે 300 કિમીની રેન્જ આપશે.
  • બાઈકમાં ડ્યુઅલ ડિસ્ક બ્રેક મળે છે. સીટ બનાવવામાં કન્ફર્ટનું ધ્યાન રાખવામાં આવ્યું છે. હેડલાઈટમાં LED લાઈટ મળે છે. રેડ અને વ્હાઈટ બે કલર ઓપ્શન મળે છે.

કંપનીના જણાવ્યા પ્રમાણે, તે ટૂંક સમયમાં એવી ઈલેક્ટ્રિક મોટરસાયકલ લાવશે જે પેટ્રોલવાળી ગાડીના 125-150ccવાળા એન્જિન કેપેસિટી બરાબર હશે. ગ્રેવટન મોટર્સે 1 વર્ષમાં 5,000 યુનિટનું વેચાણ અને બીજા વર્ષે 18,000 યુનિટનું વેચાણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તે ઉપરાંત કંપની 2,500 યુનિટ્સના વેચાણ બાદ હૈદરાબાદમાં બેટરી સ્વેપિંગ સ્ટેશન બનાવશે.