ટાટા મોટર્સની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર ટિયાગો ઈલેક્ટ્રિકની બુકિંગ આજે એટલે કે, 10 ઓક્ટોબરથી શરુ થવા જઈ રહી છે. જો તમે આ ગાડી ખરીદવા ઈચ્છો છો તો કોઈપણ અધિકૃત ટાટા મોટર્સ ડીલરશિપ કે વેબસાઈટ પર 21,000 રુપિયાની ટોકન અમાઉન્ટ આપીને જમા કરીને બુકિંગ કરાવી શકો છો. કારની ડિલવરી જાન્યુઆરી 2023થી શરુ થશે.
સ્ટાર્ટિંગ પ્રાઈસ 8.49 લાખ રુપિયા
ટાટા ટિયાગોમાં તમને 5 કલર ઓપ્શન જોવા મળશે. તેની સ્ટાર્ટિંગ પ્રાઈસ 8.49 લાખ રુપિયા છે. તે દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર છે. આ EVમાં સિંગલ ચાર્જમાં 315 કિમીની રેન્જ મળશે. ટિયાગોની બેટરીને DC ફાસ્ટ ચાર્જરથી 80% ચાર્જ કરવામાં 57 મિનિટ લાગશે.
1.60 કિમી સુધી બેટરી અને મોટરની વોરંટી
ટિયાગોમાં 8 સ્પીકર સિસ્ટમ, રેન સેંસિંગ વાઈપર, ક્રુઝ કંટ્રોલ, પુશ બટન સ્ટાર્ટ/સ્ટોપ, ઈલેક્ટ્રિક ORVMs અને ઘણા બધા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. અમુક દાવા મુજબ ટિયાગો EV ભારતની સૌથી સુરક્ષિત ઈલેક્ટ્રિક હેચબેક છે. આ EV પર 1.60 લાખ કિમી સુધી બેટરી અને મોટર પર વોરંટી મળશે.
ટાટા ટિયાગો EVમાં બે ડ્રાઈવિંગ મોડ મળશે. આ EV 0-60 kmphની સ્પીડ 5.7 સેકન્ડમાં પકડી લેશે. ટાટા EVના વર્તમાન યુઝર્સ માટે ટિયાગો EVના પહેલા 10,000 બુકિંગમાંથી 2,000 યુનિટ રિઝર્વ રાખવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.