• Gujarati News
  • Utility
  • Automobile
  • 'Yazdi Road King' Adventure Bike To Be Launched In Market, Estimated Price Rs 1.60 Lakh, Find Out Where To Find Features

આજે લોન્ચિંગ:માર્કેટમાં 'યેઝદી રોડ કિંગ' એડવેન્ચર બાઇક લોન્ચ થશે, અંદાજિત કિંમત 1.60 લાખ રૂપિયા, ફીચર્સ કયાં મળશે જાણી લો

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

યેઝદી બાઇક લવર્સ માટે કંપની ફરી તેની બાઇકને લઇને કમબેક કરવા તૈયાર થઈ ગઈ છે. 1970ના દાયકાની યુવાનોની મનપસંદ ક્લાસિક બાઇક યેઝદી માર્કેટમાં ફરી એકવાર ધમાલ મચાવવા તૈયાર છે. મહિન્દ્રાની મદદથી તેનું નવું મોડેલ 'યેઝદી રોડ કિંગ' આજે એટલે કે 13 ડિસેમ્બરના રોજ લોન્ચ થવા જઈ રહ્યું છે. યેઝદી રોડકિંગમાં 334cc સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવી શકે છે. જાવા પેરાકમાં આ જોવા મળી ચૂક્યું છે. આ એન્જિન 30 bhp મેક્સ પાવર અને 32.74 Nm પીક ટોર્ક જનરેટ કરશે. આમાં ગ્રાહકને 6-સ્પીડ ગિયરબોક્સ મળી શકે છે. આટલું જ નહીં, આ બાઇકના આગળના ભાગમાં 21-ઇંચનું સ્પોક વ્હીલ અને રિઅરમાં 17-ઇંચનું વ્હીલ મળશે. બંને બાજુ ડિસ્ક બ્રેક પણ હશે. તેની કિંમત 1.60 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે.

80ના દાયકામાં નંબર-1
ઇન્ડિયન માર્કેટમાં યેઝદી બાઈક 1960ના દાયકાના અંતમાં માર્કેટમાં આવી હતી. લોકો તરફથી તેને બહુ સારો રિસ્પોન્સ મળ્યો હતો અને 1990ના દાયકાના અંત સુધી તેનું પ્રોડક્શન ચાલુ રહ્યું હતું. યેઝદી રેન્જ એવી એક વર્સેટાઇલ બાઇક હતી જેમાં રોડકિંગ, ક્લાસિક, CL II, મોનાર્ક વગેરે જેવી બાઇકનો સમાવેશ થતો હતો. ભારતમાં યેઝદી બાઇકનો એક અલગ જ ક્રેઝ છે, જે મોટાભાગે બોલિવૂડ ફિલ્મોમાં મોટા કલાકારો દ્વારા ચલાવાતી જોવા મળી છે.

બોલિવૂડ ફિલ્મોમાં મોટા કલાકારો દ્વારા ચલાવાતી જોવા મળી છે
બોલિવૂડ ફિલ્મોમાં મોટા કલાકારો દ્વારા ચલાવાતી જોવા મળી છે

રોયલ એન્ફિલ્ડને ટક્કર આપશે
આ બાઇક લોન્ચ થયા બાદ તેની સીધી કોમ્પિટીશન રોયલ એન્ફિલ્ડની ઓફરોડ બાઇક રોયલ એન્ફિલ્ડ 350 (કિંમત 2 લાખ રૂપિયા) સાથે થઈ શકે છે.

નવી યેઝદીમાં નવું શું હશે?
ક્લાસિક લિજન્ડ્સે ભારતમાં અગાઉ ચેક બ્રાન્ડ જાવાને ફરી એકવાર લોકોમાં લાવીને એક નવી ઓળખ આપી છે. આટલું જ નહીં, કંપનીએ UK સ્થિત BSA મોટરસાઇકલ બ્રાંડને પણ તેમાં સામેલ કરી છે. જૂની અને નવી યેઝદી બાઈક વચ્ચે કેટલીક સમાનતાઓ જોવા મળી શકે છે. જો કે, કંપનીએ નવી બાઇકનાં સ્પેસિફિક્શન્સ સંબંધિત અન્ય વિગતો જાહેર કરી નથી.