તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફર:યામાહાની ધમાકેદાર ફેસ્ટિવ ઓફર, ટૂ-વ્હીલર ખરીદ્યું તો 2,999 રૂપિયાની ગેરન્ટેડ ગિફ્ટ અને ₹1 લાખ જીતવાની તક મળશે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સપ્ટેમ્બર મહિનો શરૂ થતા જ ઓટોમોબાઇલ કંપનીઓએ ધમાકેદાર ફેસ્ટિવ ઓફર કાઢવાની શરૂ કરી દીધી છે. સામાન્ય રીતે ઓફર્સમાં ડિસ્કાઉન્ટ, કેશબેક અથવા ગ્રાહકોને ગિફ્ટ આપવામાં આવતી હોય છે. પરંતુ યામાહાએ આ ફેસ્ટિવ સિઝનમાં ગ્રાહકોને આકર્ષવા અનોખી ફેસ્ટિવ ઓફર બહાર પાડી છે. જેમાં ગ્રાહકોને ગેરન્ટેડ ગિફ્ટ તો મળશે જ પણ સાથે મળશે 1 લાખ રૂપિયા જીતવાની તક.

યામાહા મોટર ઇન્ડિયાની આ ઓફર હેઠળ અટ્રેક્ટિવ ઇન્શ્યોરન્સ બેનિફિટ્સ અને ડાઉન પેમેન્ટ સિવાય ગેરન્ટેડ ગિફ્ટ પણ આપવામાં આવશે. આ ઓફરનો લાભ કંપનીના સ્કૂટર્સ અને બાઇક પર લઈ શકાશે. તેમાં જુલાઈમાં લોન્ચ થયેલા ફસિનો 125 Fi હાઇબ્રિડ, રે ZR 125 FI, રે ZR સ્ટ્રીટ રેલી 125 FI અને ફસિનો 125 Fiનું નોમ હાઇબ્રિડ વર્ઝન સામેલ છે. કંપનીની આ ઓફર 21 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે.

ફસિનો Fi હાઇબ્રિડ પર 5,000 રૂપિયાનું કેશબેક અથવા 999 રૂપિયાનું ડાઉન પેમેન્ટ મળશે
ફસિનો Fi હાઇબ્રિડ પર 5,000 રૂપિયાનું કેશબેક અથવા 999 રૂપિયાનું ડાઉન પેમેન્ટ મળશે

1 લાખ રૂપિયા જીતવાની ઓફર જીતવા શું કરવું?
જુલાઈ 2021માં લોન્ચ થયેલા યામાહા ફસિનો Fi હાઇબ્રિડ પર કંપનીએ 5,000 રૂપિયાનું કેશબેક અથવા 999 રૂપિયાનું ડાઉન પેમેન્ટ આપવાની જાહેરાત કરી છે. તમિલનાડુ સિવાય દેશના તમામ રાજ્યોમાં સ્કૂટર ખરીદવા પર ગ્રાહકને સ્ક્રેચ એન્ડ વિનની ઓફર આપવામાં આવી રહી છે. આ ઓફર હેઠળ ગાડીના ઓનર પાસે એક લાખ રૂપિયા જીતવાનો ચાન્સ હશે.

2,999 રૂપિયાની ગેરંટેડ ગિફ્ટ મળશે
2,999 રૂપિયાની ગેરંટેડ ગિફ્ટ મળશે

સપ્ટેમ્બરમાં સ્કૂટર ખરીદો તો ફાયદો થશે
જો તમે સપ્ટેમ્બરમાં યામાહા સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા હો તો 2,999 રૂપિયાની ગેરંટેડ ગિફ્ટ જીતી શકો છો. આ ઉપરાંત પણ અન્ય ઘણી એવી ઓફર્સ છે જેના દ્વારા ગ્રાહકો પોતાના પૈસા બચાવી શકે છે.

સ્કૂટર ફસિનો 125 Fiની કિંમત
યામાહાએ થોડા દિવસ પહેલા હાઇબ્રિડ સ્કૂટર ફસિનો 125 Fi રજૂ કર્યું હતું. તેના એન્ટ્રી લેવલ ડ્રમ બ્રેક વેરિઅન્ટની કિંમત 70,000 રૂપિયા અને ડિસ્ક બ્રેક વેરિઅન્ટની કિંમત 76,530 રૂપિયા છે. આ સ્કૂટરમાં 125ccનું એર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 8.2PS પાવર અને 10.3Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં એક સ્માર્ટ મોટર જનરેટર (SMG) જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...