અપકમિંગ:યામાહાની પાવરફુલ બાઇક FZ X ટૂંક સમયમાં 3 કલર ઓપ્શનમાં લોન્ચ થશે, અંદાજિત કિંમત ₹1.15 લાખ રહેવાની શક્યતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યામાહા જાપાનની એક મોટી ઓટોમોબાઇલ કંપની છે, જે ઇન્ડિયન માર્કેટમાં તેની નવી પાવરફુલ FZ X બાઇકને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં જ આ નવી બાઇક ટીવી કમર્શિયલના શૂટિંગ દરમિયાન જોવા મળી હતી. 150cc સેગમેન્ટમાં આ બાઇક માર્કેટમાં તેનો પાવર બતાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

બાઇકનાં ફીચર્સ
કંપનીએ તેનાં કરન્ટ બાઇક મોડેલ FZ V3ના પ્લેટફોર્મ પર જ FZ Xની ફ્રેમ, વ્હીલ્સ, સબફ્રેમ્સ અને સ્વિંગઆર્મની ડિઝાઇન કરી છે. કંપનીએ આ બાઇકની ડિઝાઇન અને લુક FZ V3 કરતાં અલગ બનાવ્યો છે. કંપનીએ આ બાઇકમાં રાઉન્ડ LED હેડલાઇટનો ઉપયોગ કર્યો છે. તેના દેખાવને સુધારવા માટે તેમાં એક અલગ ડિઝાઇન રેડિએટર ગાર્ડ, સિંગલ પીસ સીટ અને બ્રાઉની ફ્યુલ ટેંક આપવામાં આવી છે.

કંપનીએ આ બાઇકને રેટ્રો લુક આપવાનો પ્રયાસ કર્યો છે. તેમાં રેટ્રો-લુકવાળા ટેલેલેમ્પ્સ અને ગ્રેબ્રરેલ આપવામાં આવી છે. આ બાઇકને કુલ 3 કલરમાં રજૂ કરવામાં આવી છે, જેમાં ઓરેન્જ, બ્લુ અને બ્લેક કલરનો સમાવેશ છે. આ બાઇકમાં કંપની ડ્યુઅલ પર્પઝ ટાયરનો પણ ઉપયોગ કરી શકે છે.

કંપનીએ બાઇકમાં કરન્ટ બાઇક મોડેલ FZ V3ના એન્જિનનો ઉપયોગ કર્યો છે. જે 149cc કેપેસિટીનું એર કૂલ્ડ એન્જિન છે. આ એન્જિન 13.6Nm ટોર્ક અને 12.2bhp પાવર જનરેટ કરે છે. આ બાઇકનું એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે.

કિંમત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બાઇકમાં બ્લૂટૂથ ઇનેબલ્ડ LCD ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સિંગલ ચેનલ એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ અને LED હેડલેમ્પ આપવામાં આવી શકે છે. કંપનીના કરન્ટ FZ S વિન્ટેજ એડિશન મોડેલની કિંમત માર્કેટમાં 1.11 લાખ રૂપિયા છે. જાણકારોના મતે, કંપની આ નવી યામાહા FZ X મોડેલની કિંમત 1.15 લાખ રૂપિયા રાખી શકે છે.

અન્ય સમાચારો પણ છે...