યામાહાએ ઇન્ડિયન માર્કેટમાં તેની બાઇક અને સ્કૂટર લોન્ચ કરી દીધાં છે. R15 બાઇક એન્ટ્રી લેવલ સ્પોર્ટ્સ બાઇકનું ફોર્થ જનરેશન મોડેલ છે, જે બંને વેરિઅન્ટ સ્ટાન્ડર્ડ અને હાઇ-સ્પેક Mમાં મળે છે. નવી R15 બાઇક સાથે ભારતમાં એરોક્સ સ્કૂટર પણ રજૂ કર્યું છે, જે R15 પર બેઝ્ડ છે. આ મેક્સી સ્કૂટર છે, જેમાં સ્કૂટરમાં ફ્યુલની બચત કરવા માટે ઓટોમેટિક સ્ટાર્ટ અને સ્ટોપ સિસ્ટમ આપવામાં આવી છે. તેમજ, R15 બાઇકમાં ટ્રેક્શન કન્ટ્રોલ હોવાથી બાઇક સ્લીપ થઈ જવાનો ડર નહીં રહે.
યામાહા એરોક્સ 155 સ્કૂટર
નવાં એરોક્સ 155ની એન્જિન કેપેસિટી 155cc છે. તેમાં સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે R15 એન્જિન પર બેઝ્ડ છે. તેનું વજન 122kg છે.
ફીચર્સ
એરોક્સ 155માં એક અંડરબોન ડિઝાઇન આપવામાં આવી છે, જે સ્પાઇન સેક્શન સાથે આવે છે. આ બાઇકમાં 25 લિટરની મોટી અંડરસીટ સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ, સ્ટાર્ટ-સ્ટોપ ટેક્નોલોજી, LED લાઇટિંગ, ચાર્જિંગ સોકેટ અને બ્લુટૂથ કનેક્ટિવિટી સામેલ છે. તેમાં 14 ઇંચના વ્હીલ અને 140 સેક્શનનાં પહોળાં ટાયર આપવામાં આવ્યાં છે.
કિંમત
યામાહા એરોક્સ 155ની પ્રારંભિક કિંમત 1.29 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તેમજ, લિમિટેડ એડિશન મોટો GP વર્ઝનની કિંમત 1.30 લાખ રૂપિયા છે. આ વેસ્પા રેસિંગ સિક્સટીઝ (1.37 લાખ રૂપિયા), વેસ્પા એલિગન્ટ 150 (1.39 લાખ રૂપિયા) અને અપ્રિલિયા SXR 160 (1.27 લાખ રૂપિયા) કરતાં પણ ઓછી છે.
2021 R15, R15M એન્જિન ડિટેલ્સ
પહેલીવાર ઇન્ડિયા સ્પેક R15 એક USD ફોર્કથી સજ્જ છે, જ્યારે આ ઇન્ટરનેશનલ લેવલ પર રહ્યું છે. તેણે આખરે ન્યૂ જનરેશન મોડેલ પર અહીં પોતાનો રસ્તો બનાવી લીધો છે. R15માં 155cc, 4-વાલ્વ સિંગલ સિલિન્ડર અને લિક્વિડ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે.
યામાહા 2021 R15, R15M કિંમત
નવાં R15ના સ્ટાન્ડર્ડ વર્ઝનની કિંમત 1.67 લાખ રૂપિયા છે. તેમજ, નવાં શોકેસ કરવામાં આવેલાં R15M વર્ઝનની કિંમત 1.77 લાખ રૂપિયા છે. તેનાં લિમિટેડ એડિશન મોટો GP વેરિઅન્ટની કિંમત 1.79 લાખ રૂપિયા છે. તાજેતરમાં જ યામાહાએ ભાવ વધાર્યાં હતાં. તેનાથી R15 V3.0ની કિંમત 1.56 લાખથી 1.58 લાખ રૂપિયા સુધી વધી ગઈ છે.
યામાહા 2021 R15, R15Mનાં ફીચર્સ
નવાં R15માં અપડેટેડ ડિઝાઇન આપવામાં આવી છે. આ બાઇકમાં LED હેડલાઇટ સાથે એક નવી ફેરિંગ અને વિંડસ્ક્રીન આપવામાં આવી છે. ડેટાઇમ રનિંગ લેપનો એક સેટ બંને બાજુથી હેડલાઇટ યૂનિટને ફ્લેક કરે છે. જ્યારે કે ફ્રંટ એન્ડ નવી YZF-R7 જેવી આપવામાં આવી છે. એક્ઝોસ્ટ મફલર અને પિલર ફૂટ પેગ્સ માટે સ્ટે પણ આ વખતે અલગ જોવા મળી રહ્યું છે.
M વેરિઅન્ટમાં બ્લુ કલરનાં વ્હીલ સાથે એક અલગ સીટ કવર અને ગોલ્ડન કલરની બ્રેક સાથે શાઇનિંગ સિલ્વર પેઇન્ટ સ્કીમ આપવામાં આવી છે. રિડિઝાઇન સિવાય નેક્સ્ટ જેન R15માં રિવાઇઝ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ આપવામાં આવ્યું છે, જેમાં બ્લુટૂથ કનેક્ટિવિટી આપવામાં આવી છે.
બાઇક્સ ડ્યુઅલ ચેનલ ABSથી સજ્જ
કન્ટ્રોલિંગ સારું બનાવવા માટે R15M બાઇક્સમાં 282mmની ફ્રંટ અને 220mmની રિઅર ડિસ્ક બ્રેક ABS સિસ્ટમ સાથે આપવામાં આવી છે.
આને જોતાં આજે એન્ટિ બ્રેકિંગ સિસ્ટમ વિશે જણાવી રહ્યાં છીએ કે આખરે તે કામ કેવી રીતે કરે છે અને તેમાં કેટલાં કોમ્પોનન્ટ્સ હોય છે....
ABSનું ફુલ ફોર્મ એન્ટિ બ્રેકિંગ સિસ્ટમ છે, જે વ્હીકલને સ્કિડિંગથી બચાવે છે. અચાનક બ્રેક મારવા પર ABS બ્રેક સિસ્ટમ ફીચર વ્હીલ્સને લોક નથી થવા દેતાં. તેના કારણે રાઇડરનો કન્ટ્રોલ વ્હીકલ પર બનેલો રહે છે. બાઇક સ્લીપ થતાં બચી જાય છે.
ABS સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?
ABSમાં લાગેલું સેન્સર તમારાં વ્હીકલનાં વ્હીલ્સમાં સતત ઓબ્ઝર્વેશન બનાવી રાખે છે અને તેનાથી મળેલા ડેટાને કન્ટ્રોલ યૂનિટમાં મોકલે છે. ABSમાં કુલ 4 કમ્પોનન્ટ્સ હોય છે.
1. સ્પીડ સેન્સર
આ સેન્સર દરેક વ્હીકલની સ્પીડ સતત મોનિટર કરતું રહે છે. તેમાં એક એક્સાઇટર V-શેપના દાંતવાળી એક રિંગ અને એક તારની કુંડળી/ચુંબક અસેમ્બલ હોય છે, જે ઇલેક્ટ્રિક પલ્સ જનરેટ કરે છે.
2. વાલ્વ
આ કમ્પોનન્ટ્સનો ઉપયોગ બ્રેકનું પ્રેશર કન્ટ્રોલ કરવામાં અથવા તેને ઓછું કરવામાં થાય છે. ABS પ્રોસેસ દરમિયાન વાલ્વ બ્રેકનું એર પ્રેશર કન્ટ્રોલ કરે છે. તમામ બ્રેકની બ્રેક લાઇનમાં એક વાલ્વ હોય છે, જેનાથી ABS કન્ટ્રોલ થાય છે.
પહેલી સ્થિતિમાં બ્રેક વાલ્વ ખુલ્લો હોય છે અને તે માસ્ટર સિલિન્ડરમાં બ્રેક ટ્રાન્સફર કરવા માટે દબાણ આપે છે. બીજી સ્થિતિમાં બ્રેક વાલ્વ બંધ રહે છે અને માસ્ટર સિલિન્ડરથી બ્રેક પર દબાણ આપવામાં આવે છે. ત્રીજી સ્થિતિમાં વાલ્વ બ્રેક પર થોડું દબાણ છોડે છે.
3. ઇલેક્ટ્રોનિક કન્ટ્રોલ યૂનિટ
આ ડ્રાઇવર દ્વારા બ્રેક લગાવ્યા બાદ કામ કરે છે. જેથી, સ્લીપ થઈ જાય એવી જગ્યા પર પણ સ્લીપ થવાનું રિસ્ક ઓછું રહે. આ યૂનિટથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, ECU સર્કિટમાં સેન્સર સિગ્નલ લે છે અને બ્રેક પ્રેશરને કન્ટ્રોલ કરે છે.
4. હાઇડ્રોલિક કન્ટ્રોલ યૂનિટ
આનો ઉપયોગ પંપને હાઇડ્રોલિક બ્રેક્સ પર પ્રેશર વધારવામાં માટે કરવામાં આવે છે. એર બ્રેક સિસ્ટમ લોકિંગ ડિટેક્ટ કરવા માટે તમામ વ્હીકલ્સની સ્પીડ મોનિટર કરતું રહે છે અને જેવી ABS સિસ્ટમને અચાનક બ્રેક લગાવવાની ખબર પડે તો આ ગાડીની હાઇડ્રોલિક સિસ્ટમ પર પ્રેશર નાખે છે અને બ્રેક પેડ્સ ડિસ્કની વિપરિત દબાણ બને છે. જેનાથી તમારી બાઇક ધીમી થઈ જાય છે.
ABSના કેટલા પ્રકાર છે જાણીએ...
4-ચેનલ, 4-સેન્સર ABS
તેને સૌથી સારી ABS ગણાવામાં આવે છે. દરેક વ્હીલમાં એક-એક સેન્સર લાગેલું હોય છે અને દરેક વ્હીલમાં એક-એક વાલ્વ પણ લાગેલો હોય છે. મેક્સિમમ બ્રેકિંગ ફોર્સનો અંદાજ લગાવવા કન્ટ્રોલ ઇન સેન્સરની મદદથી તમામ વ્હીલ્સને મોનિટર કરતું રહે છે.
3-ચેનલ, 3-સેન્સર ABS
આ પ્રકારની ABS પિકઅપ ટ્રકમાં ઉપયોગમાં લેવાય છે. તેમાં બે સેન્સર્સ અને બે વાલ્વ ફ્રંટ વ્હીલમાં લગાવવામાં આવે છે અને એક સેન્સર અને એક વાલ્વ રિઅર વ્હીલમાં લગાવવામાં આવે છે. તેથી, આ 3 સેન્સર ABS કહેવાય છે. રિઅર વ્હીલ સેન્સર અને વાલ્વ એક્સલમાં લગાવવામાં આવે છે. આ ઉપરાંત, 2-ચેનલ અને 1-ચેનલ ABS પણ હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.