યામાહાનું Majesty S 155 સ્કૂટર શોકેસ થયું, કિંમત 2.4 લાખ રૂપિયા

X

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 02:03 PM IST

ઓટો ડેસ્કઃ યામાહા એક નવું સ્કૂટર Majesty S લઇને આવ્યું છે. આ સ્કૂટર જાપાનમાં રજૂ કરવામાં આવ્યું છે. 2020 Yamaha Majesty S 155 સ્કૂટરની કિંમત3,45,000 જાપાની યેન એટલે કે આશરે 2.4 લાખ રૂપિયા છે. યામાહાનું આ મેક્સી સ્ટાઇલ સ્કૂટર થોડા સમય પહેલાં જ ઓટો એક્સપોમાં રજૂ કરાયેલા Aprilia SXR160થી પણ પાવરફુલ છે.

સ્પોર્ટી લુક

યામાહાના આ નવાં સ્કૂટરની પ્રોફાઇલ બોલ્ડ છે. ફ્રંટમાં સ્ટાઇલિશ એપ્રન માઉન્ટેડ LED હેડલાઇટ આપવામાં આવી છે, જે તેને અટ્રેક્ટિવ બનાવે છે. હાઇ રાઇઝ્ડ પિલિયન સીટ સ્કૂટરને અગ્રેસિવ લુક આપે છે. આ ઉપરાંત, સ્કૂટરમાં લોય વ્હીલ્સ, બ્લેક સાઇડ માઉન્ટેડ એક્ઝોસ્ટ અને બ્લેક યલો કોન્ટ્રાસ્ટ કલર સ્કીમ સ્કૂટરના ઓવરઓલ લુકને સ્પોર્ટ બનાવે છે.

પાવર

યામાહાના Majesty S 155 સ્કૂટરનમાં 155cc, સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 7,500rpm પર 15 PS પાવર અને 6,000rpm પર 14Nm ટોર્ક જનરેટ કરે છે. અપ્રિલિયા SXR160માં 160ccનું એન્જિન આપવામાં આવ્યું છે, જે 11.01 PS પાવર અને 11.6 Nm ટોર્ક જનરેટ કરે છે.

એવરેજ

કંપનીનો દાવો છે કે આ સ્કૂટરની એવરેજ લિટર દીઠ 40 કિમી છે. તેની ફ્યુલ ટેંક કેપેસિટી 7.4 લિટર છે.

ફીચર્સ

Yamaha Majesty S સ્કૂટરમાં સ્પોર્ટી લુકવાળું 3 પોડ સેમી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ફ્રંટ એપ્રનમાં 12V DC સોકેટ, ફ્રંટ ફ્યુલ કિલર કેપ અને એલ્યુમિનિયમ હુક જેવાં ફીચર્સ આપવામાંઆવ્યાં છે. સ્કૂટરની સીટ નીચે વધારે સ્પેસ છે. તેના ફ્રંટમાં 267 mm અને રિઅરમાં 245 mm ડિસ્ક બ્રેક આપવામાં આવી છે.આ સ્કૂટર આવનારા સમયમાં ઇન્ડિયામાં પણ લોન્ચ થઈ શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી