અપકમિંગ / Yamaha YZF-R3ની તસવીર લીક થઈ, આ વર્ષના અંત સુધીમાં 2 કલર ઓપ્શનમાં લોન્ચ થશે

Yamaha YZF-R3 image leaked, launching in 2 color options later this year
Yamaha YZF-R3 image leaked, launching in 2 color options later this year

Divyabhaskar.com

Sep 07, 2019, 12:19 PM IST

ઓટો ડેસ્કઃ યામાહાએ તેની સ્પોર્ટસ બાઇક યામાહા Yamaha YZF-R3નું નવું મોડલ રજૂ કરી દીધું છે. 2020 Yamaha YZF-R3 બે નવા કલરમાં આવશે, જેમાં મિડ નાઇટ બ્લેક અને આયકન બ્લુનો સમાવેશ થાય છે. નવી યામાહા YZF-R3 ભારતમાં આ વર્ષેના અંત સુધી લોન્ચ થશે. નવી બાઇકની સ્ટાઇલિંગ વર્તમાન મોડેલ કરતા વધારે આકર્ષક છે. આ સિવાય તેમાં અપગ્રેડ કરેલ સસ્પેન્શન અને ઘણાં નવાં ફીચર્સ ઉમેરવામાં આવ્યાં છે.

નવી યામાહા R3 કંપનીની MotoGP YZR-M1 બાઇકથી પ્રેરિત છે, જેના કારણે તેની ડિઝાઇન સ્લિક અને વધુ એરોડાયનેમિક છે. નવી બાઇકમાં ડ્યુઅલ એલઈડી હેડલેમ્પ આપવામાં આવ્યા છે, જે બાઇકને વધુ સ્પોર્ટી દેખાવ આપે છે. હેડલેમ્પ્સની વચ્ચે એક સેન્ટ્રલ એર ઈનટેક સ્લોટ છે, જેનાથી એન્જિન કૂલિંગ માટે એર મળે છે. એન્જિનને સારી રીતે ઠંડું કરવા માટે એર ડક્ટ, ઓવરલેપિંગ ફેરિંગ પેનલ્સનાં કોમ્બિનેશનમાં કામ કરે છે.

ફ્યુઅલ ટેન્કની ડિઝાઇન ઘણીખરી વર્તમાન મોડેલ જેવી જ છે. બાઇકની સાઇડ પેનલ્સ અપગ્રેડ કરવામાં આવી છે, જે વર્તમાન મોડલ કરતાં વધુ આકર્ષક લાગે છે. નવી બાઇકમાં નવું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે, જેમાં બાઇક સંબંધિત ઘણી જાણકારી મળે છે. સસ્પેન્શન સિસ્ટમ પણ અપગ્રેડ કરવામાં આવી છે, જેમાં આગળના ભાગમાં નવા ઇન્વર્ટેડ ફોર્ક્સ અને અને પાછળના ભાગમાં મોનોક્રોસ યૂનિટ આપવામાં આવ્યું છે.

પાવર
નવી યામાહા R3માં વર્તમાન મોડલવાળું 321 cc, લિક્વિડ કૂલ્ડ, ઈનલાઇન 2 સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. આ 42 hp પાવર અને 29.6 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6 સ્પીડ ગિયરબોક્સ અને એડવાન્સ્ડ ફ્યુઅલ ઈન્જેક્ટેડ સિસ્ટમથી સજ્જ છે. આ એન્જિન BS-6 નોર્મ્સ અનુસાર હશે. સેફ્ટી માટે તેમાં ડ્યુઅલ ચેનલ ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ) આપવામાં આવી છે.

કિંમત
નવી R3ની કિંમત વિશે હજી કોઈ જાણકારી આપવામાં આવી નથી. જો કે, એવી ધારણા છે કે આ બાઇકની કિંમત 3.80 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. ઈન્ડિયન માર્કેટમાં આ બાઇકની ટક્કર નિન્જા 300, KTM RC 390 અને બેનેલી 302R સાથે થશે.

X
Yamaha YZF-R3 image leaked, launching in 2 color options later this year
Yamaha YZF-R3 image leaked, launching in 2 color options later this year
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી