તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોકેસ:યામાહાએ નેક્સ્ટ જનરેશન ઇલેક્ટ્રિક સ્કૂટર E01નો પ્રોટોટાઇપ અનવીલ્ડ કર્યો, બાઇક જેવી ડિઝાઇનથી સજ્જ આ સ્કૂટર માટે પેટન્ટ પ્રોસેસ શરૂ થઈ

3 મહિનો પહેલા

જાપાની ઓટોમોબાઇલ કંપની યામાહાએ તેના નેક્સ્ટ જનરેશન E01 ઇલેક્ટ્રિક સ્કૂટરનો પ્રોટોટાઇપ અનવીલ્ડ કરી દીધો છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર વર્ષ 2019માં ટોક્યો મોટર શોમાં શોકેસ થયું હતું. ત્યારથી જ આ કંપની સ્કૂટરને ડેવલપ કરવામાં લાગેલી છે. એવું માનવામાં આવે છે કે, યામાહાનું E01 ઇલેક્ટ્રિક સ્કૂટર અન્ય 125cc અન્ય સ્કૂટર્સ જેટલું જ પાવરફુલ હશે. તેમજ, કંપનીએ E01 ટ્રેડમાર્ક માટે પેટન્ટ પ્રોસેસ પણ શરૂ કરી છે. આ જોઈને અનુમાન લગાવી શકાય કે, આ સ્કૂટર ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહ્યું છે.

યામાહાએ આ સ્કૂટરને બાઇકની જેમ ડિઝાઇન કર્યું છે
યામાહાએ આ સ્કૂટરને બાઇકની જેમ ડિઝાઇન કર્યું છે

ફીચર્સ
સ્કૂટરના હેડમાં કંપનીએ LED હેડલેમ્પ્સ આપ્યા છે. આ સાથે ઓપનિંગ હેચ પણ આપ્યું છે, જ્યાંથી આ ઇલેક્ટ્રિક સ્કૂટર સરળતાથી ચાર્જ કરી શકાય છે. તે જ સમયે, યામાહાએ આ સ્કૂટરને બાઇકની જેમ ડિઝાઇન કર્યું છે. જેથી, રાઈડિંગ કરતી વખતે બાઇક અને સ્કૂટર બંનેની મજા લઇ શકાય.

સ્કૂટરને ટ્રેડિશનલ લુક આપવાનો પ્રયાસ કરાયો છે
સ્કૂટરને ટ્રેડિશનલ લુક આપવાનો પ્રયાસ કરાયો છે

ડિઝાઇન
આ ઇલેક્ટ્રિક સ્કૂટરની પાછળની બાજુની ડિઝાઇન વિશે વાત કરવામાં આવે તો આ કોન્સેપ્ટ બાઇકના ફેબ્રિક કવરથી સંપૂર્ણપણે અલગ છે. કંપનીએ આ સ્કૂટરને ટ્રેડિશનલ લુક આપવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે, સ્કૂટરની તસવીર જોઇને એવો અંદાજ લગાવી શકાય કે, તેમાં પ્લાસ્ટિક બોડી વર્ક વધારે કરવામાં આવ્યું છે અને એક સારી સીટ આપવામાં આવી છે.