નવા સ્કુટર લોન્ચ:મહિલાઓ માટે Yamaha લોન્ચ કરશે સ્પેશિયલ સ્કૂટર્સ, સુઝુકી એક્સેસ અને TVS જ્યુપિટર સામે લેશે ટક્કર

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

Yamaha મોટર ઇન્ડિયાએ તાજેતરમાં જ ભારતીય બજારમાં અનેક નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે ત્યારે હવે કંપની તેના લોકપ્રિય યામાહા ફશિનો (Fascino 125) સ્કૂટર પર નવો કલર ઓપ્શન રજૂ કરવાની તૈયારી કરી રહી છે. ડીલર્સને આ રેટ્રો સ્ટાઇલ ટુ-વ્હીલર નવા સિલ્વર-ગ્રે ડ્યુઅલ-ટોનમાં બતાવવામાં આવ્યું હતું. આ જ ઇવેન્ટમાં કંપનીએ પોતાના ડીલર પાર્ટનર્સને બે નવા ઇલેક્ટ્રિક સ્કૂટરનું પણ પ્રદર્શન કર્યું હતું. Yamaha નું લક્ષ્ય ફાસિનોની કર્વી અને આકર્ષક ડિઝાઇનથી મહિલા રાઇડર્સને નિશાન બનાવવાનું છે. આ સ્કૂટરની સીધી જ ટક્કર સુઝુકી એક્સેસ 125 અને ટીવીએસ જ્યુપિટર 125 જેવા સ્કૂટર સાથે થશે.

અપકમિંગ વિકલ્પોને Fascino 125ના હાલના રંગો સાથે જોડીને નવ વિકલ્પો સાથે વેચવામાં આવશે. જોકે, કંપનીએ હજુ સુધી નવા વેરિઅન્ટની કિંમતની જાહેરાત કરી નથી, પરંતુ તેની કિંમત 83,130 રૂપિયા (એક્સ-શોરૂમ)થી વધુ હોવાની સંભાવના છે, કારણકે ડ્યુઅલ-ટોન થીમવાળા હાલના ટ્રીમની કિંમત સમાન છે. જો કે, કિંમત ઉપરાંત બાકીની વિગતો પણ એવી જ રહેવાની ધારણા છે. તે તે જ 125cc, એર-કૂલ્ડ મિલ્ડ સાથે આવશે જેને હાઇબ્રિડ સિસ્ટમ સાથે અસિસ્ટ કરવામાં આવે છે. આ એન્જિનને 6,500rpm પર 8bhpનો મહત્તમ પાવર અને 5,000rpm પર 10.3Nmનો પીક ટોર્ક આપવાનું રેટિંગ આપવામાં આવ્યું છે. Yamahaનો દાવો છે કે, આ પાવરટ્રેનની ક્ષમતાને હાઇબ્રિડ આસિસ્ટ સિસ્ટમ સાથે જોડવામાં આવી છે.

Yamaha ઇલેક્ટ્રિક સ્કૂટર
આ પહેલા Yamahaએ થોડા દિવસ પહેલા જ પોતાના બે ઇલેક્ટ્રિક સ્કૂટરોને રીવીલ કર્યા હતા. એક સ્કૂટરનું નામ Yamaha E-01 છે અને બીજાનું નામ Yamaha Neo ઇલેક્ટ્રિક સ્કૂટર છે. યામાહાએ ડીલર્સ મીટ દરમિયાન તેને પોતાના ઇન-ટુ વ્હીલરમાં પ્રદર્શિત કરી હતી. સ્કૂટર્સના ખાસ સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો Yamaha E-01 સ્કૂટરમાં ડિજિટ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. તેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી અને કીલેસ સ્ટાર્ટ પણ છે. તેમાં ઇકો, નોર્મલ અને પાવર મોડ્સ છે. સ્કૂટરમાં 11kW ઇલેક્ટ્રિક મોટર્સ છે, જે સિંગલ ચાર્જમાં 80 કિમીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે.આ સાથે જ સ્કૂટરની ડિઝાઇનની વાત કરીએ તો Yamaha E-01 સ્કૂટર મેક્સી સ્ટાઇલ સ્કૂટર છે. તેમાં ડ્યુઅલ હેડલાઇટ્સની કોમ્પેક્ટ વિન્ડસ્ક્રીન છે. તેમાં સ્પોર્ટી ડિઝાઇન અને ખૂબ જ આકર્ષક ફ્રન્ટ આપવામાં આવ્યું છે.