અપડેટ:યામાહાએ ઝુમા 125નું નવું મોડેલ પહેલા કરતાં વધુ સ્ટાઇલિશ બનાવ્યું, લિંક્ડ બ્રેક અને USB ચાર્જિંગ પોર્ટ પણ આપ્યો

એક વર્ષ પહેલા

યામાહાએ તેના ઓફ-રોડ સ્કૂટર ઝુમા 125નું 2021 મોડેલ લોન્ચ કરી દીધું છે. જો કે, આ સ્કૂટર અત્યારે અમેરિકન માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જૂના મોડેલની તુલનામાં કંપનીએ ઘણા ફેરફારો કર્યા છે. હવે તે વધુ સ્ટાઇલિશ થઈ ગયું છે. તેની કિંમત 3,699 (લગભગ 3.42 લાખ) રૂપિયા રાખવામાં આવી છે. કંપની ડેસ્ટિનેશન ચાર્જ માટે અલગથી લગભગ 27 હજાર રૂપિયા લઈ રહી છે. સ્કૂટરની ટોપ સ્પીડ કલાક દીઠ 165 કિમી છે.

નવા મોડેલમાં કંપનીએ 125ccનું જ લિક્વિડ કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન આપ્યું છે
નવા મોડેલમાં કંપનીએ 125ccનું જ લિક્વિડ કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન આપ્યું છે

એન્જિન ડિટેલ્સ
ઝુમા 125 કેટલાક દેશોના માર્કેટમાં BWs 125 નામથી પણ વેચાય છે. નવા મોડેલમાં કંપનીએ 125ccનું જ લિક્વિડ કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન આપ્યું છે. જો કે, આ વખતે યામાહાની વેરિયેબલ વાલ્વ એક્ચ્યુએશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનો અર્થ છે કે વિવિધ rpms પર વોલ્વ ટાઇમિંગમાં ફેરફાર થાય છે. કંપનીએ પાવર અને ટોર્કથી સંબંધિત વિગતો શેર કરી નથી.

નવાં સ્પેસિફિકેશન્સ
ગાડીના અપડેટેડ મોડેલમાં 21 ઇંચનું વ્હીલ અને બ્લેક પેટર્ન ટાયર્સ આપવામાં આવ્યા છે, જેના કારણે તે વધુ અગ્રેસિવ જોવા મળે છે. ફ્રંટ ટાયરની પહોળાઈ 120/70-12 અને રિયર ટાયરની પહોળાઈ 130/70-12 છે. કંપનીએ જણાવ્યું કે, 2021 ઝુમા 125માં ટફ સસ્પેન્શન આપવામાં આવ્યાં છે. તેનાથી ઓફ રોડ રાઇડિંગ વધુ કમ્ફર્ટેબલ થઈ જશે. 2021 ઝુમામાં લિંક્ડ બ્રેક અને એક USB ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવ્યો છે.