ન્યૂ ફીચર:યામાહાએ FZS-Fi બાઇકમાં નવાં ફીચર્સ સાથે નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું, કિંમત 1,15,900 રૂપિયા

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2022ની શરૂઆતમાં યામાહા મોટર્સે ઇન્ડિયન માર્કેટમાં સ્પોર્ટ્સલવર્સ માટે તેની એક બાઇકનું અપડેટેડ મોડેલ રજૂ કર્યું છે. અહીં વાત થઈ રહી છે Yamaha FZS FI મોડેલ્સની. જેને નવાં વર્ષમાં નવી સ્ટાઈલમાં રજૂ કરવામાં આવ્યાં છે. આ સાથે જ આ બાઇકનું નવું વેરિઅન્ટ Yamaha FZS Fi Dlx પણ રજૂ કરવામાં આવ્યું છે. યામાહાએ નવી અપડેટ્સ આપીને FZS-Fi 2022 બાઇક લોન્ચ કરી છે. અપડેટ કરાયેલી FZS-Fi બાઇકમાં સ્ટાન્ડર્ડ બ્લૂટુથ કનેક્ટિવિટી જોવા મળશે. કંપનીએ આ બાઇકની એક્સ શો રૂમ કિંમત 1,15,900 રૂપિયા નક્કી કરી છે. કંપનીએ તેનાં Dlx વેરિઅન્ટની કિંમત 1,18,900 રૂપિયા રાખી છે.

2021 મોડેલની સરખામણીએ 1,000 રૂપિયા વધુ મોંઘી
2021 મોડેલની સરખામણીએ 1,000 રૂપિયા વધુ મોંઘી

બાઇક 1,000 રૂપિયા વધુ મોંઘી
2022 FZS-Fi બાઇકમાં સ્ટાન્ડર્ડ તરીકે બ્લુટૂથ કનેક્ટિવિટી જોવા મળશે. આ બ્લુટૂથથી સજ્જ 2021 મોડેલની સરખામણીએ આ બાઇક 1,000 રૂપિયા વધુ મોંઘી છે. આ બાઇકમાં માત્ર LED ટેલલેમ્પ જ જોવા મળશે. અત્યારે આ બાઇક ફક્ત 2 કલર મેટ બ્લુ અને મેટ રેડ ઓપ્શનમાં અવેલેબલ છે.

Dlx વેરિઅન્ટમાં નવી ગ્રાફિક્સ સ્કીમ જોવા મળશે
Dlx વેરિઅન્ટમાં નવી ગ્રાફિક્સ સ્કીમ જોવા મળશે

Dlxમાં 3 કલર ઓપ્શન મળશે
FZS-Fi Dlx વિશે વાત કરીએ તો આ બાઇકમાં એક નવો LED ટેલલેમ્પ પણ આપવામાં આવ્યો છે. તે LED ટર્ન સિગ્નલ સાથે આવે છે. યામાહાનું કહેવું છે કે ડીલરો દ્વારા તેને કોઈ વધારાના ખર્ચ વિના એક્સેસરીઝ તરીકે ફીટ કરવામાં આવશે. Dlx વેરિઅન્ટમાં નવી ગ્રાફિક્સ સ્કીમ ​​​​​​જોવા મળશે. તેમજ તેના ટાયરોને યૂનિક કલરમાં પેઇન્ટ કરવામાં આવ્યા છે. તેમજ, Dlx ત્રણ કલર ઓપ્શનમાં ખરીદી શકાશે. આ સાથે જ તેની સીટને પણ કોન્ટ્રાસ્ટિંગ શેડ આપવામાં આવ્યો છે.

એન્જિન ડિટેલ્સ
બાઇકનાં એન્જિનમાં કોઈ મિકેનિકલ ફેરફાર કરવામાં નથી આવ્યા. આ બાઇકમાં સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ 149cc એન્જિન આપવામાં આવ્યું છે, જે 7,250rpm પર 12.4hp અને 5500rpm પર 13.3Nm પાવર જનરેટ કરે છે.

અન્ય સમાચારો પણ છે...