તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Yamaha Launches Monster Energy MotoGP Edition Of MT 15 Bike, With Price Increase Of ₹ 1,400 To કિંમત 1.48 Lakh

ન્યૂ લોન્ચ:યામાહાએ MT-15 બાઇકની Monster Energy MotoGP એડિશન લોન્ચ કરી, ₹1,400ના ભાવવધારા સાથે બાઇકની કિંમત ₹1.48 લાખ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયા યામાહા મોટર પ્રાઇવેટ લિમિટેડે ભારતમાં તેની યામાહા MT-15ની મોન્સ્ટર એનર્જી મોટો જીપી એડિશન લોન્ચ કરી છે. કંપનીએ આ સ્પેશિયલ એડિશનની દિલ્હી એક્સ-શો રૂમ કિંમત 1,47,900 રૂપિયા રાખી છે. કંપનીએ તેને તેની બ્રાન્ડ ડાયરેક્શન 'કોલ ઓફ ધ બ્લુ' હેઠળ લોન્ચ કરી છે. 'યામાહા MT-15 મોન્સ્ટર એનર્જી મોટો જીપી એડિશન'માં ટેન્ક શ્રાઉડ્સ, ફ્યુલ ટેંક અને સાઇડ પેનલ પર યામાહા મોટો જીપી બ્રાન્ડિંગ આપ્યું છે. આ નવી અપડેટેડ બાઇક જૂનાં મોડેલ કરતાં 1,400 રૂપિયા મોંઘી છે.

બાઇકમાં BS6 કમ્પ્લાયન્ટ 155cc, લિક્વિડ કૂલ્ડ, 4-સ્ટ્રોક, DOHC, 4-વાલ્વ, સિંગલ સિલિન્ડર એન્જિન મળશે
બાઇકમાં BS6 કમ્પ્લાયન્ટ 155cc, લિક્વિડ કૂલ્ડ, 4-સ્ટ્રોક, DOHC, 4-વાલ્વ, સિંગલ સિલિન્ડર એન્જિન મળશે

એન્જિન ડિટેલ્સ
Yamaha MT-15ની મોન્સ્ટર એનર્જી મોટો જીપી એડિશનમાં પાવર કરન્ટ એન્જિન જેટલો જ આપવામાં આવ્યો છે. આ બાઇકમાં BS6 કમ્પ્લાયન્ટ 155cc, લિક્વિડ કૂલ્ડ, 4-સ્ટ્રોક, DOHC, 4-વાલ્વ, સિંગલ સિલિન્ડર એન્જિન આપ્યું છે. તેનું એન્જિન 1000 rpm પર 8.5 PSનો મેક્સિમમ પાવર અને 8,500 rpm પર 13.9 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 6-સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.

ફીચર્સ
આ બાઇક સાઇડ એન્જિન કટ-ઓફ સ્વીચ, A એન્ડ S ક્લચ, સિંગલ ચેનલ ABS અને ડેલ્ટા બોક્સ ફ્રેમ પર વેરિયેબલ વાલ્વ એક્ચ્યુએશન (VVA) સિસ્ટમથી સજ્જ છે. તેમાં ગ્રેબ બાર સાથે યુનિ-લેવલ સીટ, મલ્ટી-ફંક્શન નેગેટિવ LCD ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, બાય-ફંક્શનલ LED હેડલાઇટ, LED ટેલલાઇટ અને કાઉલ જેવાં ફીચર્સ આપ્યાં છે. તેનું વજન 138 કિલો છે.

યામાહાનો લોગો આ બાઇકમાં ગોલ્ડન કલરમાં જોવા મળશે
યામાહાનો લોગો આ બાઇકમાં ગોલ્ડન કલરમાં જોવા મળશે

યામાહાનો લોગો ગોલ્ડન કલરમાં આવ્યો
તેની બ્રેક્સ અને સસ્પેન્શનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેના ફ્રંટમાં 282 mm ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. તેમજ, તેના પાછળના ભાગમાં 220mm ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. સેફ્ટી માટે તેમાં ડ્યુઅલ-ચેનલ ABS ફીચર આપવામાં આવ્યું છે. તેમજ, તેના સસ્પેન્શન ફીચર્સની વાત કરીએ તો, MT-15ના ફ્રંટમાં ટેલિસ્કોપિક ફોર્ક આપવામાં આવ્યો છે અને તેના રિઅરમાં મોનોશોક સેટઅપ આપવામાં આવ્યું છે. યામાહાના લોગોને આ બાઇકમાં ગોલ્ડન કલરથી પેઇન્ટ કરવામાં આવ્યો છે.