ન્યૂ લોન્ચ:યામાહાએ FZ25 મોન્સ્ટર એનર્જી બાઇક ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી, 250cc એન્જિનથી સજ્જ આ બાઇક ₹1.36 લાખમાં ખરીદી શકાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

યામાહા મોટર ઇન્ડિયાએ યામાહા FZ25ની નવી મોટો GP એડિશન લોન્ચ કરી છે. કંપનીએ તેને 'ધ કોલ ઓફ ધ બ્લુ' અભિયાન અંતર્ગત મોટર ઇન્ડિયા દ્વારા આ બાઇક લોન્ચ કરવામાં આવી છે. તેની એક્સ-શો રૂમ કિંમત 1,36,800 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીએ કહ્યું કે આ ક્વાર્ટર લિટર નેકેડ રોડસ્ટર બાઇકનું નવું વર્ઝન ફક્ત મર્યાદિત સંખ્યામાં જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જોકે, કંપનીએ યૂનિટ્સ વિશે માહિતી આપી નથી.

યામાહા મોટર ઇન્ડિયા ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન મોટોફુમિ શિતારાએ જણાવ્યું કે, 'ધ કોલ ઓફ ધ બ્લુનીનો જન્મ યામાહાની રેસિંગ ડીએનએથી થયો છે. આ વર્ષે મોટો GPમાં અમારું પ્રદર્શન અપવાદરૂપ રહ્યું છે. અત્યાર સુધી અમે ત્રણેય સ્થિતિ ટીમ, કન્સ્ટ્રક્ટર. અને રાઇડરમાં નંબર વન પર છીએ. અમે ભારતીય ગ્રાહકો માટે FZ25 મોન્સ્ટર એનર્જી યામાહા મોટો GP એડિશન લોન્ચ કરી રહ્યા છીએ.'

બાઇકમાં મલ્ટિ-ફંક્શન નેવિગેશન LCD ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ક્લાસ-D બાય-ફંક્શનલ LED હેડલાઇટ મળશે
બાઇકમાં મલ્ટિ-ફંક્શન નેવિગેશન LCD ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ક્લાસ-D બાય-ફંક્શનલ LED હેડલાઇટ મળશે

યામાહા FZ25 GP એડિશનનાં સ્પેસિફિકેશન્સ

  • મોટો GP વેરિઅન્ટમાં ઘણાં કોસ્મેટિક ફેરફાર જોવા મળશે. નવી FZ25 મોન્સ્ટર એનર્જી મોટો GP એડિશન જુલાઈ 2021ના ​​અંતમાં ભારતમાં ઉપલબ્ધ થશે. યામાહા FZ25 સ્પેશિયલ એડિશનમાં ટેંક શ્રાઉડ, ફ્યુલ ટેંક અને સાઇડ પેનલ પર મોટો GPનું બ્રાન્ડિંગ આપવામાં આવ્યું છે.
  • કંપનીએ બાઇકની ટેંક અને સાઇડ પેનલ પર મોન્સ્ટર એનર્જી ડેકલ્સ લગાવ્યાં છે, જે તેના લુકને એકદમ આકર્ષક બનાવે છે. નવી બાઇકમાં મલ્ટિ-ફંક્શન નેવિગેશન LCD ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ક્લાસ-D બાય-ફંક્શનલ LED હેડલાઇટ, LED ડેટાઇમ રનિંગ લેમ્પ સામેલ કરવામાં આવ્યાં છે.
  • બાઇકમાં 249ccનું એર કૂલ્ડ, SOHC, 4 સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 8,000 rpm પર 20.8 PSનો મેક્સિમમ પાવર અને 6000 rpm પર 20.1 Nm પીક ટોર્ક જનરેટ કરે છે.