ન્યૂ લોન્ચ / BS-6 માન્ય એન્જિન સાથે યામાહા R15 V3.0 બાઇક લોન્ચ, કિંમત 1.45 લાખ રૂપિયા

Yamaha Launch R15 V3.0 bike with BS-6 approved engine, priced at Rs 1.45 lakh
Yamaha Launch R15 V3.0 bike with BS-6 approved engine, priced at Rs 1.45 lakh
Yamaha Launch R15 V3.0 bike with BS-6 approved engine, priced at Rs 1.45 lakh

  • બાઇક રેસિંગ બ્લુ, થંડર ગ્રે અને ડાર્કનાઇટ કલર ઓપ્શનમાં મળશે
  • નવાં એન્જિનના કારણે બાઇકની કિંમત 4,500 રૂપિયા વધી 

Divyabhaskar.com

Dec 10, 2019, 10:42 AM IST

ઓટો ડેસ્કઃ નવા એમિશન નોર્મ્સને ધ્યાનમાં રાખી યામાહાએ ઇન્ડિયન માર્કેટમાં BS-6 એન્જિન સાથેની R15 V3.0 બાઇક લોન્ચ કરી દીધી છે. તેની કિંમત 1.45 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ BS-4 મોડલ કરતાં 4,500 રૂપિયા મોંઘી છે. તે ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયાં સુધીમાં દેશભરની તમામ ઓથોરાઇઝ્ડ ડીલરશિપથી ખરીદી શકાશે. આ બાઇક પહેલાંની જેમ રેસિંગ બ્લુ, થંડર ગ્રે અને ડાર્કનાઇટ કલર ઓપ્શનમાં મળશે. આ BS-6 એન્જિનથી સજ્જ યામાહાની ત્રીજી બાઇક છે, આ પહેલાં નવેમ્બરમાં કંપની BS-6 એન્જિન માન્ય FZ FI અને FZ-S FI બાઇક્સ લોન્ચ કરી ચૂકી છે.

મોટરનું વજન ફક્ત 142 કિલો

  • આ બાઇકનાં રેસિંગ બ્લુ વેરિઅન્ટમાં બ્લુ કલરનાં વ્હીલ્સ મળશે. 2020 યામાહા R15 V3.0 BS6ની એક્સ શો રૂમ કિંમત 1,45,300 રૂપિયા, થંડર ગ્રેની કિંમત 1,45,900 રૂપિયા અને ડાર્કનાઇટ કલર વેરિઅન્ટની કિંમત 1,47,900 રૂપિયા છે.
  • નવાં એન્જિનના કારણે આ બાઇકની કિંમત પહેલાં કરતાં 4,500 રૂપિયા વધી ગઈ છે. પરંતુ તેમાં પહેલાં કરતાં વધારે એડવાન્સ્ડ ફીચર પણ જોવા મળશે. આ બાઇકમાં સાઇડ સ્ટેન્ડ એન્જિન કટ-ઓફ સ્વીચ, ડ્યુઅલ હોર્ન અને તમામ વેરિઅન્ટ્સમાં રીઅર વ્હીલમાં રેડિયલ ટ્યુબલેસ ટાયર્સ મળશે.
  • નવી R15 V3.0 BS6માં અગાઉની જેમ જ 155ccનું લિક્વિડ કૂલ્ડ, સિંગલ સિલિન્ડર, ફોર સ્ટ્રોક SOHC, ફોર વોલ્વ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એન્જિન 10,000tpm પર 18.6PS પાવર અને 8,500rpm પર 14.1Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 6 સ્પીડ ટ્રાન્સમિશન સિસ્ટમ આપવામાં આવી છે. તેમજ આ ડ્યુઅલ ચેનલ ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ)થી સજ્જ છે. આ બાઇકનું વજન ફક્ત 142 કિલો છે.
X
Yamaha Launch R15 V3.0 bike with BS-6 approved engine, priced at Rs 1.45 lakh
Yamaha Launch R15 V3.0 bike with BS-6 approved engine, priced at Rs 1.45 lakh
Yamaha Launch R15 V3.0 bike with BS-6 approved engine, priced at Rs 1.45 lakh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી