યામાહા મોટર કંપની હવે 66 વર્ષની થઈ ગઈ છે. આ પ્રસંગને ઉજવવા યામાહા મોટર ઇન્ડિયા (YMI)એ ફ્રન્ટલાઈન વર્કર્સ માટે 'ગ્રેટિટ્યૂડ બોનસ' જાહેર કર્યું છે. આ અંતર્ગત કંપની 5 હજાર રૂપિયાનું કેશબેક આપી રહી છે. કંપની આ ડિસ્કાઉન્ટ યામાહાના સ્કૂટર મોડલ ફસિનો 125Fi અને રે ZR 125 Fiને આપી રહી છે. ફ્રન્ટલાઈન વર્કર્સમાં મેડિકલ સ્ટાફ, સેનિટેશન વર્કર્સ, પોલીસ, ાર્મી અને કોર્પોરેશનના કર્મચારીઓ સામેલ છે.
કિંમત
ફસિનો 125 Fiની કિંમત ડ્રમ વેરિઅન્ટ માટે 72,030 અને ડિસ્ક વેરિઅન્ટ માટે 74,530 રૂપિયા છે. બીજીબાજુ, રે ZR 125 Fiની કિંમત ડ્રમ વેરિઅન્ટ માટે 73,330 રૂપિયા અને ડિસ્ક વેરિઅન્ટ માટે 76,330 રૂપિયા છે. આ પ્રારંભિક ભાવ દિલ્હીના એક્સ-શો રૂમના છે.
એન્જિન ડિટેલ્સ
યામાહાના બંને સ્કૂટર્સ એકસમાન પાવરટ્રેન અને પ્લેટફોર્મ પર આધારિત છે. આ સ્કૂટર્સમાં એક જેવું જ 125ccનું એર-કૂલ્ડ, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જીન આપવામાં આવ્યું છે. તે 6,500rpm પર 8.04bhp પાવર અને 5,000rpm પર 9.7Nm પીક ટોર્ક જનરેટ કરે છે.
આ એન્જિન સાથે CVT ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. તેમાં એક સાઇલન્ટ સ્ટાર્ટર પણ આપવામાં આવ્યું છે. આ સાઇલન્ટ એન્જિન ઇગ્નિશનમાં મદદ કરે છે. એટલે કે, કોઈ અવાજ કર્યા વિના એન્જિન શરૂ થાય છે. આ સુવિધાઓ ભારતના અન્ય 125cc સેગમેન્ટ સ્કૂટર્સમાં પણ જોવા મળે છે.
ફીચર્સ
આમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ, પાવર આસિસ્ટ સાથે હાઇબ્રિડ ટેકનોલોજી એન્જીન, ડિસ્ક બ્રેક, બ્લૂટૂથ કનેક્ટિવિટી અને LED લાઇટિંગ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.
કલર ઓપ્શન
સ્કૂટરનાં ડિસ્ક વેરિઅન્ટમાં વિવિડ રેડ સ્પેશિયલ, મેટ બ્લેક સ્પેશિયલ અને કૂલ બ્લુ મેટાલિક કલર અવેલેબલ છે. આ ઉપરાંત, રે ZR ડ્રમ વેરિઅન્ટમાં મેટાલિક બ્લેક અને સ્યાન બ્લુ કલર ઓપ્શન આપવામાં આવ્યો છે. ફસિનો મેટ બ્લુ, સુવે કોપર, યલો કોકટેલ, સિયાન બ્લુ, વિવિડ રેડ અને મેટાલિક બ્લેક વિકલ્પોમાં ઉપલબ્ધ છે.
બ્રેકિંગ
બંને સ્કૂટરના ફ્રંટમાં ટેલિસ્કોપિક ફોર્ક આપવામાં આવ્યો છે, જ્યારે રિઅરમાં સસ્પેન્શન માટે મોનોશોકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રેકિંગ માટે, સ્કૂટરના ફ્રંટમાં ડિસ્ક બ્રેક અને રિઅરમાં ડ્રમ બ્રેક સાથે CBS (કોમ્બી-બ્રેકિંગ સિસ્ટમ) સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવી છે.
કોમ્પિટીશન
125cc સેગમેન્ટમાં ફસિનો 125 Fi અને રે ZR 125 Fi સુઝુકી એક્સેસ 125 (રૂ. 73,609), TVS એનટોર્ક 125 (રૂ. 76,407) અને હોન્ડા એક્ટિવા 125 (રૂ. 74,436) જેવાં સ્કૂટર્સ સાથે સ્પર્ધા કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.