અપકમિંગ / યામાહાએ નવા ફ્રંટ ફેસ સાથે MT-03 બાઇક રજૂ કરી, ભારતમાં પણ લોન્ચ થાય એવી શક્યતા

Yamaha introduces MT-03 bike with new front face, likely to launch in India as well
Yamaha introduces MT-03 bike with new front face, likely to launch in India as well
Yamaha introduces MT-03 bike with new front face, likely to launch in India as well

Divyabhaskar.com

Oct 05, 2019, 11:56 AM IST

ઓટો ડેસ્કઃ લિજેન્ડરી ઓટોમોબાઈલ કંપની યામાહાએ તેની 2020 MT-03 બાઇક રજૂ કરી છે. નવી MT-03માં કેટલાક મિકેનિકલ અને કોસ્મેટિક ફેરફારો કરવામાં આવ્યા છે. આ બાઇક ટૂંક સમયમાં યુરોપ અને અમેરિકામાં લોન્ચ કરવામાં આવશે. યામાહાની YZF-R3 બાઇક ભારતમાં પહેલેથી જ ઉપલબ્ધ છે. જો કંપની ભારતમાં MT-03 પણ લોન્ચ કરે તો ભારતમાં 250-400cc સેગમેન્ટમાં મજબૂત પકડ બનાવી શકે છે.

MT-03ની સ્ટાઇલિંગ MT-09 સાથે મળતી આવે છે. બાઇકમાં ટ્વિન LED ડેટાઇમ MT-15 જેવી આપવામાં આવી છે. MT-15 પણ ભારતમાં સેલ માટે ઉપલબ્ધ છે. MT-03માં નવો ફ્રંટ ફેસ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, બાઇકમાં ફ્યુઅલ ટેંક પણ નવી ડિઝાઇન સાથે આપવામાં આવી છે. બાઇકમાં બ્લેક એન્ડ વ્હાઇટ LCD ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે, જેનાથી રાઇડરને ઘણી વિગતો મળે છે.

બાઇકમાં 321cc લિક્વિડ કૂલ્ડ, DOHC, ફોર વોલ્વ , પેરેલલ ટ્વિન એન્જિન આપવામાં આવ્યું છે. બાઇકમાં YZF-R3વાળાં એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બાઇકમાં 6 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે, જે 41 bhpનો પાવર જનરેટ કરે છે અને 29.6 Nmનો ટોર્ક આપે છે. જો કે, હજી સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે એન્જિન BS-6 ધોરણો અનુસાર છે કે નહીં.

X
Yamaha introduces MT-03 bike with new front face, likely to launch in India as well
Yamaha introduces MT-03 bike with new front face, likely to launch in India as well
Yamaha introduces MT-03 bike with new front face, likely to launch in India as well

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી