ન્યૂ લોન્ચ:હાઇબ્રિડ ટેક્નોલોજીથી સજ્જ યામાહા ફસિનો 125 Fi સ્કૂટર લોન્ચ થયું, પ્રારંભિક કિંમત 70,000 રૂપિયા

એક વર્ષ પહેલા

યામાહા મોટર ઇન્ડિયાએ દેશનું પહેલું હાઇબ્રિડ સ્કૂટર ફાસિનો 125 Fi લોન્ચ કર્યું છે. ભારતમાં આ સ્કૂટરના બે વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. તેનાં ડિસ્ક બ્રેક વેરિઅન્ટની એક્સ શો રૂમ કિંમત 76,530 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે ડ્રમ બ્રેક વેરિઅન્ટની એક્સ શો રૂમ કિંમત 70,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

નવાં અપડેટ થયેલા સ્કૂટરને જૂના મોડેલની તુલનામાં એડવાન્સ લુક આપવામાં આવ્યો છે. આ સાથે સ્કૂટરમાં નવા ફ્રેશ કલર્સ પણ ઉપલબ્ધ છે.

ઊંચો રસ્તો હશે તો સ્કૂટરની SMG સિસ્ટમ મદદ કરશે
નવી ફસિનો 125 Fi હાઇબ્રિડ સ્કૂટરમાં સ્માર્ટ મોટર જનરેટર (SMG) સિસ્ટમ આપવામાં આવી છે. તે ઇલેક્ટ્રિક મોટરની જેમ કાર્ય કરે છે. જો સ્કૂટર અચાનક અટકે તો તે એન્જિનની સ્પીડ વધારવામાં મદદ કરશે. યામાહાના જણાવ્યા અનુસાર, આ ફંક્શન ટેન્ડેમ રાઇડિંગ અથવા ઊંચાઇમાં પ્રારંભિક એક્સલરેશન દરમિયાન સ્કૂટર બેલેન્સ બગડતા અટકાવે છે.

અવાજ કર્યા વિના સ્કૂટર શરૂ થઈ જશે
નવાં ફસિનો 125ને પાવર આપવા માટે કંપની હાઇબ્રિડ ટેકનોલોજી લાવી છે. તેમજ, તેમાં એક રિફ્રેશ્ડ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એન્જિન મેક્સિમમ 8.6bhp પાવર અને 10.3Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. સ્કૂટરનાં જૂનાં મોડેલમાં આ એન્જિન 8.4bhp પાવર અને 9.7Nm ટોર્ક જનરેટ કરતું હતું.
ટોર્ક વાહનની ગતિ પકડવાની ક્ષમતામાં વધારો કરે છે. તેમાં એક સાઇલન્ટ સ્ટાર્ટર પણ મળે છે. જેમ કે તેનાં નામથી જ ખબર પડે છે કે આ સાઇલન્ટ એન્જિન ઇગ્નિશનમાં મદદ કરે છે. એટલે કે કોઈ અવાજ કર્યા વિના જ એન્જિન શરૂ થઈ જાય છે.

યામાહાની કનેક્ટ એક્સ એપ્લિકેશનથી ફોન કનેક્ટ થઈ જશે
સ્કૂટરના હાયર સ્પેક ડિસ્ક બ્રેક વર્ઝનમાં બ્લુટૂથ સાથે યામાહા કનેક્ટ એક્સ એપ્લિકેશન (Connect X app) સાથે કનેક્ટ થયેલાં ઘણાં ફીચર્સ મળે છે. તેમાં LED હેડલાઇટ્સ, DRL, LED ટેલલાઇટ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, પાવર આસિસ્ટ સાથે હાઇબ્રિડ ટેકનોલોજી એન્જિન, ડિસ્ક બ્રેક પણ સામેલ છે.
સ્કૂટર સેફ્ટી ફીચરમાં રાઇડ આસિસ્ટ ફીચર અને એક સાઇડ સ્ટેન્ડ એન્જિન કટ ઓફ સ્વીચ આપવામાં આવી છે. જો સ્ટેન્ડ લાગેલું હશે તો સ્કૂટર સ્ટાર્ટ નહીં થાય. જેને યામાહા ઇન્ડિયાના પોર્ટફોલિયોમાં સ્ટાન્ડર્ડ પરિમાણ માનવામાં આવે છે.

સ્કૂટરમાં 7 કલર ઓપ્શન મળશે
ફાસિનો 125 સ્કૂટરનું ડિસ્ક બ્રેક વર્ઝન વિવિડ રેડ સ્પેશિયલ, ડાર્ક મેટ બ્લુ, સુવે કોપર, યલો કોકટેલ, મેટ બ્લેક સ્પેશિયલ, કૂલ બ્લુ મેટાલિક, સ્યાન બ્લુ, વિવિડ રેડ અને મેટાલિક બ્લેક જેવા કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તેમજ, સ્કૂટરનાં ડ્રમ બ્રેક વેરિઅન્ટમાં વિવિડ રેડ, ડાર્ક મેટ બ્લુ, સુવે કોપર, કૂલ બ્લુ મેટાલિક, યલો કોકટેલ, સ્યાન બ્લુ અને મેટાલિક બ્લેકનો ઓપ્શન મળે છે.

સ્કૂટરમાં કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ મળશે
નવાં ફાસિનો 125 સ્કૂટરમાં પહેલાની જેમ ફ્રંટમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ આપવામાં આવ્યું છે, જ્યારે રિઅર સસ્પેન્શન માટે મોનોશોકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રેકિંગ માટે સ્કૂટરના ફ્રંટમાં ડિસ્ક અને રિઅરમાં ડ્રમ બ્રેક્સ સાથે CBS (કોમ્બી-બ્રેકિંગ સિસ્ટમ) સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવી છે.

ઇન્ડિયન માર્કેટમાં 125cc સેગમેન્ટમાં યામાહા ફાસિનો 125ની ટક્કર સુઝુકી એક્સેસ 125 (પ્રારંભિક કિંમત રૂ. 64,800 એક્સ-શો રૂમ), TVS NTorq 125 (પ્રારંભિક કિંમત રૂ .59,152 એક્સ-શો રૂમ) અને હોન્ડા એક્ટિવા 125 (પ્રારંભિક કિંમત રૂ. 68,042 એક્સ-શો રૂમ)સાથે થશે.

અન્ય સમાચારો પણ છે...