તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Yamaha Extends Free Service And Warranty Period For Its Customers Until June 30, Production Units Also Shut Down For 16 Days

સુવિધા:યામાહાએ તેના ગ્રાહકો માટે ફ્રી સર્વિસ અને વોરંટી પિરિયડ 30 જૂન સુધી વધાર્યો, પ્રોડક્શન યૂનિટ્સ પણ 16 દિવસ માટે બંધ કરાયાં

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોવિડ-19ની બીજી લહેરને ધ્યાનમાં રાખીને ઇન્ડિયા યામાહા મોટર (IYM)એ તેની સર્વિસ અને વોરંટી પિરિયડનો સમયગાળો વધારી દીધો છે. કંપનીએ યામાહા લાઇફટાઇમ ક્વોલિટી કેરની પોતાની વ્યૂહરચનાના ભાગરૂપે સર્વિસ અને વોરંટીની સમયમર્યાદા 30 જૂન, 2021 સુધી લંબાવી છે.

લોકડાઉન દરમિયાન પૂરી થઈ રહેલી સર્વિસિસને કંપનીએ 30 જૂન, 2021 સુધી લંબાવી દીધી છે. તેમજ, કંપનીએ તેના બાઇક્સ પર લોકડાઉન દરમિયાન પૂરી થયેલી સામાન્ય વોરંટી અને એક્સટેન્ડેડ વોરંટી પણ 30 જૂન, 2021 સુધી વધારી છે. આટલું જ નહીં, લોકડાઉન દરમિયાન પૂરું થતું યરલી મેન્ટેનન્સ અગ્રીમેન્ટ પણ 30 જૂન, 2021 સુધી લંબાવી દેવામાં આવ્યું છે. યામાહાની તમામ ડીલરશીપને પણ સૂચના આપવામાં આવી છે કે, ગ્રાહકોને આ બધા લાભો સરળતાથી મળી રહે.

યામાહાનું પ્રોડક્શન 16 દિવસ માટે બંધ કરવામાં આવ્યું
યામાહાનું પ્રોડક્શન 16 દિવસ માટે બંધ કરવામાં આવ્યું

યામાહાનું પ્રોડક્શન 16 દિવસ માટે બંધ કરવામાં આવ્યું
અગાઉ ભારત યામાહા મોટરે દેશભરમાં કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને કાંચીપુરમ (તમિલનાડુ) અને સૂરજપુર (ઉત્તર પ્રદેશ)નું પ્રોડક્શન યૂનિટ હંગામી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી હતી. આ યૂનિટમાં પ્રોડક્શન 15 મે 2021થી 31 મે 2021 સુધી બંધ રહેશે.

કંપનીએ એક ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, 'યામાહા મોટર ઇન્ડિયાએ કોવિડ-19 સામેની તેની લડતમાં સરકારને ટેકો આપવા માટે આ પગલું ભર્યું છે. જેથી કોરોનાની ચેન તોડી શકાય. હાલમાં તેના કર્મચારીઓનું સ્વાસ્થ્ય અને સલામતી તેની પ્રાથમિકતા છે. યામાહા તેના ડીલર અને સપ્લાયર્સ સાથે કામ કરવાનું ચાલુ રાખશે. કોર્પોરેટ ઓફિસ અને એરિયા ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ ઘરેથી કામ કરી શકશે.'

અન્ય સમાચારો પણ છે...