તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ લોન્ચ:બ્લુટૂથ ટેક્નોલોજી સાથે યામાહા 2021MY FZ FI અને FZS FI બાઇક લોન્ચ થઈ, પ્રારંભિક કિંમત 1.03 લાખ રૂપિયા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ બંને મોડેલની એક્ઝોસ્ટ નોટ ટ્યૂન કરી છs
  • બાઇકનું વજન હવે 2 કિલો ઘટાડીને 135 કિલો કરી દેવામાં આવ્યું છે

યામાહાએ 2021MY FZ FI અને FZS FI બાઇક્સ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. આ ફેસલિફ્ટ મોડેલ્સ છે. 2021 FZ FIની પ્રારંભિક કિંમત 1.03 લાખ રૂપિયા છે, જ્યારે FZS FIની પ્રારંભિક કિંમત 1.07 લાખ રૂપિયા છે. બંને બાઇક્સના ભાવ અનુક્રમે જૂનાં મોડેલ કરતાં 1,000 અને 2,500 રૂપિયા વધારે છે.

બાઇકમાં નવા કલર ઓપ્શન ઉમેરવામાં આવ્યા છે
MY અપડેટ સિવાય કંપનીએ તેમાં નવા કલર્સ ઉમેર્યા છે. 2021 FZ FI રેસિંગ બ્લુ અને મેટાલિક જ્યારે નવી FZS FI નવા મેટ રેડ, ડાર્ક મેટ બ્લુ, ડાર્ક નાઈટ અને વિંટેજ એડિશન કલર ઓપ્શનમાં આવશે.

2021 મોડેલ બ્લુટૂથ ટેક્નોલોજીથી સજ્જ છે
સૌથી મોટી અપડેટ એ છે કે કંપનીએ તેમાં બ્લૂટૂથ ટેક્નોલોજી ઉમેરી છે. ટેક્નોલોજીની મદદથી બાઇકને ખાસ પ્રકારની એપથી કનેક્ટ કરી શકાય છે. ત્યારબાદ રાઇડર કોલ બેક, લોકેશન, હેઝાર્ડ અને ઇ-લોકની સુવિધા મળશે. આ સિવાય, બાઇકના સાઇડ સ્ટેન્ડમાં પણ એન્જિન કટઓફ સ્વિચ મળશે, જે હવે દરેક રેન્જમાં ઉપલબ્ધ છે. બાઇકનું વજન હવે 2 કિલો ઘટાડીને 135 કિલો થઈ ગયું છે.

એન્જિન પાવરમાં કોઈ મોટો ફેરફાર કરવામાં નથી આવ્યો
કંપનીએ બંને મોડેલ્સની એક્ઝોસ્ટ નોટ પણ બનાવી લીધી છે. એન્જિન વિશે વાત કરીએ તો બંને મોડેલ્સમાં 149ccનું સિંગલ સિલિન્ડર ફ્યુઅલ-ઇજેક્ટેડ એર-કૂલ્ડ BS6 એન્જિન આપવામાં આવ્યું છે, જેમાં પાવર આઉટપુટમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. તે પહેલાની જેમ વધુમાં વધુ 12.2bhp પાવર અને 13.6Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 5-સ્પીડ ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.

આ ઉપરાંત, બંને મોડેલમાં LED હેડલેમ્પ, સિંગલ પીસ સેન્ડલ, 140mm વાઇડ રિયર રેડિયલ ટાયર અને સિંગલ ચેનલ ABS સિસ્ટમ સાથે જોડવામાં આવી છે. બંનેમાં 13 લિટરની ફ્યુલ ટેંક મળશે. કંપનીનું કહેવું છે કે, ભારતમાં FZ નેમપ્લેટ બહુ પોપ્યુલર છે અને દર મહિને કંપનીના સેલ્સ વોલ્યૂમમાં એક મોટો ફાળો આપે છે. લેટેસ્ટ જનરેશન મોડેલમાં ઘણી અપડેટ આપવામાં આવી છે. માર્કેટમાં તેની ટક્કર હોન્ડા એક્સબ્લેડ, બજાજ પલ્સર NS 160 અને TVS અપાચે RTR160 4V સાથે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો