જાપાનીઝ સ્ટાર્ટઅપે ડેટ્રોઇટમાં બાઇક ‘ઉડાડી’:ઓહો, ₹6.19 કરોડની ‘હોવરબાઇક’ રસ્તા પર 100 કિમીની સ્પીડે દોડશે નહીં, ઊડશે!

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

આપણે અત્યાર સુધીમાં મૂવીઝમાં ઘણીવાર ઉડતી બાઈક્સ જોઈ હશે અને ત્યારે એવો વિચાર પણ આવ્યો હશે કે, જો આવી બાઈક રિયલમાં ઉડાડવા મળી જાય તો કેવી મજા આવે? એક જાપાની સ્ટાર્ટઅપ હવામાં ઉડતી આ બાઈકને રીયલ વર્લ્ડમાં લાવ્યું છે. અમેરિકાના ડેટ્રોઈડ ઓટો શોમાં ફ્લાઈંગ બાઈક 'Xટુરિસ્મો' નજરે પડી. આ હોવરબાઈકને જાપાનની એક સ્ટાર્ટઅપ કંપની AERWINS ટેકનોલોજીએ બનાવી છે. અંદાજે 100 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડવાળી બાઈક પેટ્રોલ પર ચાલે છે.

40 મિનિટ સુધી હવામાં ઉડાડી શકો
80-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ લિમિટવાળી બાઈકનું હજુ સુધી મોટાપાયે પ્રોડક્શન શરુ કરવામાં આવ્યું નથી. આ બાઈકને અંદાજે તમે 30-40 મિનિટ હવામાં ઉડાડી શકો છો. આ બાઈક રેડ, બ્લૂ અને બ્લેક કલરમાં હાજર છે. 300 કિલોની આ બાઈક ઉડાન દરમિયાન અંદાજે 100 કિલોનું વજન ઉઠાવી શકશે.

આ વર્ષે 200 લિમિટેડ એડિશન બાઈક આવશે
ગેસોલિન-ઈલેક્ટ્રિક હોવરબાઈકમાં કાવાસાકી હાઈબ્રિડ એન્જિન લાગેલ છે. બાઈક ઉડતા સમયે ખૂબ જ તેજ અવાજ કરે છે. નોઈસ રિડ્યુસર ઉમેર્યા પછી કંપનીએ 2022માં અંદાજે 200 લિમિટેડ એડિશન બાઈક વેચવાનો પ્લાન કર્યો છે.

ડેટ્રોઈડ શો દરમિયાન હોવરબાઈક
ડેટ્રોઈડ શો દરમિયાન હોવરબાઈક

સ્ટારવોર્સમાં દેખાઈ હતી ફ્લાઈંગ બાઈક
હોલિવુડ મૂવી 'સ્ટાર વોર્સ'માં ઉડતી બાઈક્સ દેખાઈ હતી. જાપાની કંપનીની આ હોવરબાઈક પણ કંઈક આ પ્રકારના મોડેલ પર જ બની હતી. બાઈકની કિંમત 6.19 કરોડ રુપિયા છે. જો કે, ભારતમાં હજુ આ બાઈક્સનું વેચાણ શરુ થયું નથી.

બ્લૂ, બ્લેક અને રેડ કલરમાં ઉપલબ્ધ
બ્લૂ, બ્લેક અને રેડ કલરમાં ઉપલબ્ધ

ભારતમાં આ બાઈક્સ ક્યારથી વેચાશે?
કંપનીના CEO સુહાઈ કોમાત્સુને જણાવ્યું કે, આ બાઈક્સ જાપાનમાં વેચાવા લાગી છે. હોવરબાઈકનું નાનુ વર્ઝન અમેરિકામાં 2023થી વેચાશે.આ બાઈક્સનું વેચાણ જો સારું થશે તો નાનું અને સસ્તું વર્ઝન અંદાજે વર્ષ 2025માં ભારત, ચીન સહિત વિશ્વના બાકી દેશોમાં પણ વેચાશે. ઓક્ટોબર 2021માં કંપનીએ જાપાનમાં એક એક્ઝિબિશન દરમિયાન બાઈકનું મોડેલ ડિજીટલી રિલિઝ કર્યું હતું. થોડા મહિનાઓ પછી બાઈકનો ડેમો પણ લોકોની સામે રજૂ કરવામાં આવ્યો.

ફ્લાઇંગ બાઇકનું ટોપ વ્યૂ
ફ્લાઇંગ બાઇકનું ટોપ વ્યૂ

ચીનમાં પહેલી ફ્લાઈંગ બાઈક બની હતી
અંદાજે ઓક્ટોબર 2019 દરમિયાન ચીનના એક વ્યક્તિએ પોતાના ઘરેબેઠા જ ઉડવાવાળી બાઈકનું સક્સેસફુલ ટેસ્ટિંગ કરીને આખા વિશ્વને આશ્ચર્યમાં મૂકી દીધુ હતું. યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયા પછી બીબીસીએ આ ન્યૂઝ કવર કર્યા હતા. અંદાજે 6 વર્ષ પહેલા પણ આ પ્રકારના એક્સપેરિમેન્ટના વીડિયો સામે આવ્યા હતા પણ બાઈક લાંબા સમય સુધી હવામાં ઉડી શકી નહોતી.