તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા બિઝનેસમાં એન્ટ્રી:શાઓમી સ્માર્ટ કાર બનાવવાની તૈયારી કરી રહી છે, રિપોર્ટમાં દાવો- CEO લી જૂન પોતે આ પ્રોજેક્ટને લીડ કરશે

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હુવાવે પણ સ્માર્ટ કાર ડેવલપ કરી રહી છે, તાજેતરમાં કંપનીએ Hicar અને BAICની સાથે પાર્ટનરશિપ કરી છે
  • એપલ પણ ઈ-કાર પર કામ કરી રહી છે, રિપોર્ટના અનુસાર, તેને હ્યુન્ડાઈના ઈ-કાર પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી રહી છે

ચાઈનીઝ સ્માર્ટફોન કંપની શાઓમી હને નવા બિઝનેસમાં એન્ટ્રી કરવાની યોજના બનાવી રહી છે. iFengNewsના અનુસાર, કંપની સ્માર્ટકાર બનાવવાની તૈયારીમાં છે. શાઓમી લાંબા સમયથી ઈલેક્ટ્રિક કાર બનાવવામાં રસ ધરાવે છે. કંપનીએ તેના ઈલેક્ટ્રિક કાર પ્રોજેક્ટ માટે 2019માં એક ચાઈનીઝ ઈલેક્ટ્રિક કાર સ્ટાર્ટઅપ Xpengમાં રોકાણ પણ કર્યું હતું. તેના માટે કંપનીની પાસે પોતાની ઈન્ટર્નલ સ્ટ્રેટજી ટીમ પણ છે.

CEO પોતે પ્રોજેક્ટને લીડ કરી શકે છે
રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, શાઓમીના વર્તમાન CEO લી જૂન આ પ્રોજેક્ટને લીડ કરી શકે છે. થોડા દિવસ પહેલા હુવાવે પણ સ્માર્ટ કાર બનાવવા માટે Hicar અને BAICની સાથે ભાગીદારી કરી છે. માનવામાં આવી રહ્યું છે કે, શાઓમીના આ સેગમેન્ટમાં એન્ટ્રી કરવાથી હુવાવેની મુશ્કેલી વધી શકે છે.

ઈલોન મસ્ક સાથે મીટિંગ કરી ચૂક્યા છે શાઓમીના CEO
રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, કંપની સ્માર્ટ કાર પર એટલા માટે ફોકસ કરી રહી છે કેમ કે સ્માર્ટફોનના સેગમેન્ટમાં થોડા સમય માટે મંદી જેવી સ્થિતિ જોવા મળી શકે છે. આવનાર સમયમાં ઈલેક્ટ્રિક કાર ઝડપથી પોપ્યુલર થવાની છે અને તેની માગમાં પણ સતત તેજી આવી રહી છે. શાઓમીના CEO લી જૂને વર્ષ 2013માં અમેરિકાની બે વખત મુલાકાત લીધી હતી, જેનો હેતુ ટેસ્લાના CEO ઈલોન મસ્કને મળવાનો હેતુ. માનવામાં આવી રહ્યું છે કે, આ મીટિંગનું પરિણામ આવનાર સમયમાં જોવા મળી શકે છે.

ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલની માગ વધી રહી છે
ભારતીય માર્કેટમાં પણ ઈલેક્ટ્રિક વ્હીકલ્સની ડિમાન્ડ વધી રહી છે. તેના કારણે ટાટા, મહિન્દ્રા જેવી મોટી કંપનીઓ તેના ઈલેક્ટ્રિક વ્હીકલ લઈને માર્કેટમાં એન્ટ્રી કરી ચૂકી છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, એપલ પણ ઈલેક્ટ્રિક કાર પર કામ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ કાર હ્યુન્ડાઈના ઈલેક્ટ્રિક કારના પ્લેટફોર્મ પર તૈયાર થઈ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો