ન્યૂ વેન્ચર / શાઓમીનું ઓટોમોબાઇલ સેગમેન્ટમાં ડેબ્યૂ, ઓફિશિયલ વેબસાઇટ પર ટીઝર રિલીઝ કરીને થોડા સમયમાં જ ડિલીટ કરી દીધું

Xiaomi debuts in automobile segment, releases teaser on official website
X
Xiaomi debuts in automobile segment, releases teaser on official website

  • રિપોર્ટમાં જણાવ્યાનુસાર, શાઓમી ઘણી લોકલ ઓટોમોબાઇલ કંપનીઓના સંપર્કમાં છે
  • શાઓમીએ પોપ્યુલર ચીનની કંપની Xiaopeng મોટર્સમાં પણ રોકાણ કર્યું છે

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 02:31 PM IST

ચાઇનીઝ સ્માર્ટફોન કંપની શાઓમી ટૂંક સમયમાં ઓટોમોબાઈલ સેગમેન્ટમાં પ્રવેશી શકે છે. કંપનીએ તાજેતરમાં જ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક ટીઝર ઇમેજ રિલીઝ કરી છે. ટીઝરમાં જોવા મળેલી કારની ઝલક જોઈને એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, શાઓમી સુઝુકી જિમ્ની અથવા મર્સિડીઝ જી-વેગન જેવી બોક્સી SUV લઇને આવી શકે છે. જો કે, ટીઝર ઇમેજ થોડા જ સમયમાં ડિલીટ કરી દેવામાં આવી હતી. તેમજ, કંપનીએ પણ ઓટો સેગમેન્ટમાં એન્ટ્રીને લઇને કોઈ ઓફિશિયલ જાહેરાત નથી કરી.

ટીઝર ઇમેજ થોડા સમયમાં જ કાઢી નાખી
કેટલાક લોકોએ આ ટીઝરને મજાક પણ ગણાવી છે. પરંતુ આ ટીઝર ઇમેજ કોઈ ફેક અકાઉન્ટ નહીં પણ શીઓમીના ઓફિશિયલ પેજ પર રિલીઝ થઈ હતી. રએવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે, કંપની કાર બનાવવા માટે ગંભીર છે. ટીઝર પર એક ટેક્સ્ટ પણ છે જેમાં લખ્યું છે કે - 'મેક અ કાર? વી આર સિરિયસ.' ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે, ટીઝર રિલીઝ થયાના થોડા સમય પછી તેને સાઇટ પરથી ડિલીટ કરી દેવામાં આવ્યું હતું.

શાઓમી ઘણી ઓટોમોબાઇલ કંપનીઓના સંપર્કમાં છે – રિપોર્ટ
રિપોર્ટ્સ અનુસાર, શાઓમી ઘણી લોકલ ઓટોમોબાઇલ કંપનીઓના સંપર્કમાં છે અને તેણે ચાઇનીઝ કંપની Xiaopeng મોટર્સમાં રોકાણ પણ કર્યું છે. કાર ઉત્પાદકે પણ Xiaopeng P7 ઇલેક્ટ્રિક સિડેનનું સપ્લાય શરૂ કરી દીધું છે, જે માર્કેટમાં ટેસ્લા કારને ટક્કર આપતી જોવા મળશે.

ટીઝરમાં જોવા મળતી કાર રમકડું પણ હોઈ શકે છે
જો કે, ચાઇનીઝ EV ટીઝરમાં જોવા મળતી બોક્સી SUV જેવી નથી લાગતી અને તેથી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે, શાઓમી કઇ પ્રકારની કાર લાવી શકે છે. તે પણ શક્ય છે કે અહીંની કાર એક પ્રકારનું કોઈ રમકડું હોય.

શાઓમીના પોર્ટફોલિયોમાં અનેક પ્રોડક્ટ
શાઓમી કોર્પોરેશન 2018માં વિશ્વનો ચોથો સૌથી મોટો સ્માર્ટફોન બનાવતી કંપની બની. આ ઉપરાંત, કંપની પાસે ડાયવર્સ પોર્ટફોલિયો છે કારણ કે, શાઓમી ટેબલ્ટ, કનેક્ટેડ બ્રેસલેટ, એક્સટર્નલ બેટરી, હાઇ-ફાઇ ઇયરફોન્સ અને હેડસેટ્સ, જોયસ્ટીક્સ, કનેક્ટેડ હોમ ઇક્વિપમેન્ટ, એક્શન કેમેરા, ઇલેક્ટ્રિક સ્કૂટર્સ, રાઉટર્સ અને સ્માર્ટ ટીવી વગેરે જેવાં ઘણાં અન્ય ઇલેક્ટ્રોનિક સામાન અને ગેજેટ્સ બનાવે છે અને વેચે છે.

શાઓમીએ ઓટોમોબાઇલ માર્કેટમાં એન્ટ્રીનો ખુલાસો નથી કર્યો
જ્યારે કંપનીએ હજી સુધી કાર માર્કેટમાં એન્ટ્રી કરવાની કોઈ યોજના જાહેર કરી નથી. પરંતુ શાઓમી કાર સંબંધિત ટેક્નોલોજી દ્વારા આ દિશામાં આગળ વધી શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી