ઓટો ડેસ્કઃ ઇલેક્ટ્રિક વ્હીકલ્સને દુનિયાભરમાં પ્રોત્સાહન આપવામાંઆવી રહ્યું છે. ચીનની સ્માર્ટફોન કંપની શાઓમી બે નવાંસ્માર્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર લઇને આવી છે. આ શાઓમીની આસિસ્ટન્ટ કંપની 70maiએ રજૂ કર્યું છે. આ બંને બાઇક્સને 70mai A1 અને 70mai A1 Pro નામથી શોકેસ કરવામાં આવી છે.
ડિઝાઇન
ઇલેક્ટ્રિક બાઇક જેવું દેખાતું આ સ્કૂટર XiaoAI સ્માર્ટ વોઇસ આસિસ્ટન્ટથી સજ્જ છે. શાઓમીના આ બંને સ્કૂટર્સની ડિઝાઇન એક જેવી જ છે. બેટરી સાઇઝ અને ફીચર્સના આધારે બંને મોડેલ્સ એકબીજાથી અલગ છે. તેના ફ્રંટમાં સ્ક્વેર શેપ LED હેડલાઇટ અને હેડલાઇટની નીચે કંપનીનો લોગો આપવામાં આવ્યો છે. બંને સ્કૂટર્સ વજનમાં હલકા છે. તેનું વજન ફક્ત 55 કિલો જ છે.
બેટરી અને ચાર્જિંગ ટાઇમ
શાઓમીના આ સ્માર્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર્સમાં બ્રશલેસ DC મોટર અને ફાસ્ટચાર્જિંગ સપોર્ટ સાથે લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. બેટરીને સાડા સાત કલાકમાં ફુલ ચાર્જ કરી શકાય છે.
રેન્જ અને સ્પીડ
બંને સ્કૂટર્સમાં સૌથી મોટો તફાવત તેની રેન્જમાં છે. કંપનીનો દાવો છે કે, એકવાર ફુલ ચાર્જ થવા પર 70mai A1 સ્કૂટર 60 કિમી, જ્યારે 70mai A1 Pro 70 કિમી સુધી ચાલશે. તેની ટોપ સ્પીડ કલાક દીઠ 25 કિમી છે.
ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને બ્રેકિંગ
આ સ્માર્ટ ઇલેક્ટ્રિક સ્કૂટરનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 160mm છે. તેમાં 14 ઇંચમનું વેક્યૂમ ટાયર, ફ્રંટમાં ડિસ્ક અને રિઅરમાંડ્રમ બ્રેક આપવામાંઆવી છે. ચેસિસને કોલ્ડ રોલ્ડ સ્ટીલ પાઇપ અને Q195 કાર્બન સ્ટીલનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યુંછે, જેને સેફ અને કમ્ફર્ટેબલ રાઇડિંગ સુનિશ્ચિત કરવા માટે ડાઇ-કાસ્ટિંગના માધ્યમથી ઇન્ટિગ્રેડ કરવામાં આવ્યું છે.
ફીચર્સ
શાઓમીના આ બંને સ્કૂટર્સમાં 6.86 ઇંચની સ્માર્ટ સેન્ટ્રલ કન્ટ્રોલ સ્ક્રીન છે, જેમાં XiaoAI સ્માર્ટ વોઇસ કન્ટ્રોલ મળે છે. આ ડિસ્પ્લે ટચ અને વોઇસ કમાન્ડ સપોર્ટ કરે છે. આ સ્ક્રીનમાં ક્રૂઝિંગ સ્પીડ, રિઅલ ટાઇમમાં બેટરી પાવર, બિલ્ટ ઇન મ્યૂઝિક, રેડિયો એપ, કોલ રિમાઇન્ડર અને નેવિગેશન વગેરે જેવી માહિતી મળે છે.
કિંમત
A1 સ્કૂટરની પ્રારંભિક કિંમત 32 હજાર રૂપિયાની આસપાસ છે, જ્યારે A1 Proની કિંમત 42 હજાર રૂપિયા છે. અત્યે આ સ્કૂટર ચીનમાં લોન્ચ કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.