તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2020માં કોરોનાની સાઈડ ઈફેક્ટ્સ:આખી દુનિયામાં આશરે 7.8 કરોડ કાર ઓછી વેચાઈ, 16% સુધી પ્રોડક્શન ઘટ્યું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગયા વર્ષે કાર પ્રોડક્શનમાં ઉપયોગમાં લેવાતા કાચા માલની કિંમત અનેક ગણી વધી ગઈ
  • બીજી તરફ સેમીકન્ડકટરની અછતને લીધે કાર કંપનીઓની સાથે ગ્રાહકોને પણ વધારે રાહ જોવી પડી.

ગયા વર્ષે કોરોના મહામારીની અસર આખી દુનિયાની કાર કંપનીઓ પર થઈ. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ મોટર વ્હીકલ મેન્યુફેક્ચરર્સના જણાવ્યા પ્રમાણે, મહામારીને લીધે 2020માં દુનિયાભરમાં કાર પ્રોડક્શન 16% સુધી ઘટ્યું. ઓઈકાના અધ્યક્ષ, ફૂ બિંગફેંગે કહ્યું, ઓછામાં ઓછી 7.8 કરોડ કાર વેચાણની અછતની સાથે ઓટો સેક્ટરે સૌથી ખરાબ સમયનો સામનો કર્યો.

સાઉથ અમેરિકામાં 30% પ્રોડક્શન ઘટ્યું
ઓર્ગેનાઈઝેશને જાહેર કરેલા આંકડા પરથી ખબર પડે છે કે, ગયા વર્ષે યુરોપમાં કાર પ્રોડક્શન 21% ઘટ્યું. નોર્થ અમેરિકામાં પ્રોડક્શન 20% અને સાઉથ અમેરિકામાં 30% સુધી ઘટ્યું. એશિયામાં પ્રોડક્શનમાં 10%નો ઘટાડો આવ્યો.

દુનિયાભરમાં કુલ કાર પ્રોડક્શનનું અડધું પ્રોડક્શન માત્ર એશિયામાં થાય છે
દુનિયાભરમાં કુલ કાર પ્રોડક્શનનું અડધું પ્રોડક્શન માત્ર એશિયામાં થાય છે

ઘટાડાથી 10 વર્ષ પાછા જતા રહ્યા
ઓઈકાએ કહ્યું, 2020ના શરૂઆતના મહિનામાં જ ચીનમાં પ્રોડક્શન ઘટી ગયું હતું, પરંતુ ત્યાં રિકવરી પણ ઝડપથી થઈ. ગયા વર્ષે ચીનમાં કાર પ્રોડક્શનમાં આશરે 2% ઘટાડો જવા મળ્યો. ગયા વર્ષનો આંકડો 2010ના વેચાણ સ્તર સમાન હતો. 2020ને લીધે 10 વર્ષનો વિકાસ નાશ પામ્યો.

કાચો માલ મોંઘો પડે છે
ગયા વર્ષે કાર પ્રોડક્શનમાં ઉપયોગમાં લેવાતા કાચા માલની કિંમત અનેક ગણી વધી ગઈ. તેમાં સ્ટીલમાં સૌથી વધારે 50% વધારો થયો છે. બીજી તરફ સેમીકન્ડકટરની અછતને લીધે કાર કંપનીઓની સાથે ગ્રાહકોને પણ વધારે રાહ જોવી પડી. આ બધાની સાથે હવે સપ્લાય ચેન પર પણ અસર પડી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો